તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઃખદ:જાણીતા એક્ટર-ડિરેક્ટર તારિક શાહનું નિધન, છેલ્લાં ઘણાં સમયથી કિડનીની બીમારી હતી

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ તથા ટીવી જગતના જાણીતા એક્ટર તથા ડિરેક્ટર તારિક શાહનું 3 એપ્રિલના રોજ નિધન થયું હતું. તેમણે મુંબઈની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તારિક શાહે એક્ટ્રેસ શોમા આનંદ સાથે લગ્ન કર્યા હતા. તેમને દીકરી સારા છે.

કિડનીની બીમારી હતી
સૂત્રોના મતે, તારિક શાહને ડબલ ન્યૂમોનિયા થઈ ગયો હતો અને તેને કારણે તેમની હાલત બગડતી જતી હતી. 3 એપ્રિલના રોજ સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તારિક શાહ છેલ્લાં 2 વર્ષથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા અને તેમનું ડાયાલિસીસ પણ ચાલતું હતું.

તારિક શાહની પત્ની શોમા આનંદ
તારિક શાહની પત્ની શોમા આનંદ

ડબલ ન્યૂમોનિયાને કારણે અવસાન
ટ્રેડ એનાલિસ્ટ તથા વરિષ્ઠ જર્નલિસ્ટ ઈન્દ્રમોહન પન્નુએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જ્યારે તેમણે તારિક શાહની પત્ની શોમા આનંદને ફોન કર્યો તો તેમની દીકરી સારાએ ફોન રિસીવ કર્યો હતો અને કહ્યું હતું કે 3 એપ્રિલના રોજ સવારે તેના પિતાનું મોત ડબલ ન્યૂમોનિયાને કારણે થયું હતું.

ફિલ્મી કરિયર આવી હતી
તારિક શાહે 1990માં ફિલ્મ 'બહાર આને તક' ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મને ગુલશન કુમારે પ્રોડ્યૂસ કરી હતી. આ ફિલ્મને ડિરેક્ટ પણ કરી હતી અને ફિલ્મમાં એક્ટિંગ પણ કરી હતી. આ ફિલ્મમાં રૂપા ગાંગુલી, સુમિત સહગલ, મુનમુન સેન જેવા કલાકારો હતા. 1984માં દિલીપ કુમારે 'સત્યા' ફિલ્મમાં તારિક શાહને લીધો હતો. જોકે, આ ફિલ્મ ક્યારેય બની શકી નહીં. તારિકે 'જન્મ કુંડળી' સહિત ફિલ્મ તથા ટીવી સિરિયલ ડિરેક્ટ કરી હતી. 'કડવા સચ' સિરિયલમાં તારિકે સમાજની બુરાઈઓની વાત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો