યાદોમાં:વિશાલ આદિત્ય સિંહ સિદ્ધાર્થ શુક્લાને મોતના 2-3 દિવસ પહેલાં જ મળ્યો હતો, કહ્યું- અત્યારે ઘણો જ ડિસ્ટર્બ છું

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

2 સપ્ટેમ્બરના રોજ એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું મોત 40 વર્ષની ઉંમરમાં થયું હતું. સિદ્ધાર્થના આકસ્મિક અવાસનથી ચાહકો તથા સેલેબ્સ આઘાતમાં છે. 'બિગ બોસ 13'ના સ્પર્ધક વિશાલ આદિત્યે સિદ્ધાર્થ સાથેની છેલ્લી મુલાકાત અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે 'ખતરો કે ખિલાડી 11'માં તેના પર્ફોર્મન્સ બાદ સિદ્ધાર્થે તેનો નંબર શોધીને ફોન કર્યો હતો. આદિત્યે એમ પણ કહ્યું હતું કે તે સિદ્ધાર્થને મોતના 2-3 દિવસ પહેલાં જ મળ્યો હતો.

સિદ્ધાર્થે કામના વખાણ કર્યા હતા
વિશાલે કહ્યું હતું, 'સિદ્ધાર્થ તથા હું એકબીજાને ઘણાં જ મળતા આવીએ છીએ. અમે અમારી દુનિયામાં ખુશ રહીએ છીએ. 'બિગ બોસ'માં થયેલા ઝઘડા બાદ અમે એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું અને મળવાનો પ્રયાસ પણ કર્યો નહોતો. સિદ્ધાર્થની મમ્મી તથા બે બહેનોએ 'ખતરો કે ખિલાડી'માં મારો પાણીવાળો સ્ટંટ જોયો હતો. મને તરતા નથી આવડતું, છતાં મેં આ સ્ટંટ કર્યો હતો. પછી સિદ્ધાર્થે ક્યાંકથી મારો નંબર લીધો હતો અને ફોન કરીને કહ્યું હતું કે તે જે કર્યું તે હું ક્યારેય કરી શકું નહીં. તેણે મારા કામની પ્રશંસા કરી હતી. આ બહુ જ મોટી વાત છે. મને લાગે છે કે દુનિયામાં જે બીજાની કદર કરે તેવા લોકો હોવા જોઈએ.'

સિદ્ધાર્થ મૃત્યુથી ડિસ્ટર્બ
વધુમાં વિશાલે કહ્યું હતું, 'અમે ફોન પર અડધો કલાક વાત કરી હતી અને અમારી વચ્ચે સારી વાતચીત થઈ હતી. ત્યારબાદ તેણે મને મળવાનું કહ્યું હતું. અમે મળ્યા પણ હતા. તેના બે-ત્રણ દિવસ બાદ જ સિદ્ધાર્થના મોતના સમાચાર આવ્યા હતા. હું ઘણો જ ડિસ્ટર્બ છું. હજી પણ ભગવાનને એક જ સવાલ પૂછું છું કે આ શું કર્યું તે. હું પ્રાર્થના કરું છું કે સિદ્ધાર્થ સ્વર્ગમાં પણ એ જ રીતે રહે, જે રીતે અહીંયા રહેતો હતો. હું તેને ઘણો પ્રમ કરું છું. તેણે મારા માટે જે કર્યું તે મારા માટે મહત્ત્વનું છે. આ ઘટના મને જીવનભર યાદ રહેશે.'

સિદ્ધાર્થ 'બિગ બોસ OTT' છેલ્લીવાર જોયો મળ્યો હતો
સિદ્ધાર્થનું હાર્ટ અટેકથી અવસાન થયું હતું. તે 40 વર્ષો હતો. હાર્ટ અટેક આવ્યા બાદ તેને કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીંયા ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. સિદ્ધાર્થ છેલ્લે 'બિગ બોસ OTT' તથા 'ડાન્સ દીવાને'માં જોવા મળ્યો હતો.