વાઇરલ વીડિયો:'અનુપમા' દીકરા સાથે જોવા મળી, લાડલાની વાત સાંભળી કાન પકડ્યા

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

'અનુપમા' ફૅમ રૂપાલી ગાંગુલી સો.મીડિયામાં એક્ટિવ હોય છે. રૂપાલીએ હાલમાં જ એક વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો છે. આ વીડિયોમાં તે દીકરા રૂદ્રાંશ સાથે જોવા મલે છે.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં જોઈ શકાય છે કે રૂપાલી મેકઅપને ટચઅપ કરે છે. ત્યારે દીકરો રૂદ્રાંશ સ્કૂલેથી આવે છે અને માતાને ગળે લગાવે છે. રૂપાલી પણ ખુશ થઈને દીકરાને ગળે લગાવે છે. ત્યારબાદ રૂદ્રાંશ થાળી બતાવે છે અને ઈશારો કરે છે કે તેને ભૂખ લાગી છે. આ જોઈને રૂપાલી કાન પકડે છે અને તરત જ જમાવનું લેવા જાય છે.

વીડિયો શૅર કરીને શું કહ્યું?
વીડિયો શૅર કરીને રૂપાલીએ કહ્યું હતું, 'માતા માટે દિવસમાં ગમે ત્યારે બાળકને ગળે લગાવવાની ક્ષણ અમૂલ્ય છે, પરંતુ અહીંયા જે થયું, તેની પાછળ એક કારણ છે. છેલ્લે સુધી જુઓ અને મારી સાથે રિલેટ કરતી માતાઓ મને કહે.' રૂપાલીએ આ પોસ્ટની સાથે કહ્યું હતું કે આ તેની ફેવરિટ જાદુની ઝપ્પી છે.

વેટ્રેસ તરીકે પણ કામ કર્યું હતું
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં રૂપાલીએ કહ્યું હતું, 'મારા પિતા અનિલ ગાંગુલી ફિલ્મમેકર હતા. તે દિવસોમાં ફિલ્મ એક ધગશ સાથે બનાવવામાં આવતી હતી અને ખરી રીતે તો ફિલ્મ બનાવવા માટે લોકો ઘર પણ વેચી નાખતા હતા. કમનસીબે મારા પપ્પાની બેથી ત્રણ ફિલ્મ ફ્લોપ ગઈ હતી અને તેને કારણે અમે રસ્તા પર આવી ગયા હતા. તે દિવસોમાં હું ફિલ્મ કરતી હતી, પરંતુ હું કરિયરને લઈ ગંભીર નહોતી. તે સમયે ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ પણ થતું હતું. હું ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવું છું, પરંતુ મેં મારા પિતાને વચન આપ્યું હતું કે હું ક્યારેય આ બધામાં પડીશ નહીં. આ વાત કહ્યા બાદ જ તેમણે મને હિરોઈન બનવાની પરમિશન આપી હતી. હું તે સમયે મારા કામને હેન્ડલ કરી શકી નહીં અને ખાસ કરીને કાસ્ટિંગ કાઉચને. મને લાગ્યું કે હું આ બધા સાથે કામ કરી શકીશ નહીં. મેં કામ કરવાનું બંધ કર્યું અને દાદર કેટરિંગમાંથી હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરવાની શરૂઆત કરી હતી. આ સમયે પણ હું નાટકોમાં કામ કરતી હતી. પરિવારે મને ભરપૂર સપોર્ટ આપ્યો હતો. મારા પપ્પાની સ્થિતિ સારી નહોતી અને તેથી જ મારે કમાવવાની જરૂર હતી. મેં બુટિકમાં કામ કર્યું છે. કેટરિંગ કોલેજ દરમિયાન મેં વેટ્રેસ તરીકે કામ કર્યું હતું. મને કલાકના 180 રૂપિયા મળતા હતા. હું સતત કામ કરતી હતી. હું નાટકો કરતી, પરંતુ મને તેમાંથી પૈસા મળતા નહોતા.'

ટીવીની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ
રૂપાલી ગાંગુલી ઇન્ડિયન ટીવીની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસિસમાંથી એક છે. સૂત્રોના મતે, 'અનુપમા' શો હિટ જતાં જ રૂપાલી રોજના દોઢ લાખ રૂપિયા ફી તરીકે લેતી હતી. આ રકમ ઘણી જ વધારે હતી, પરંતુ રૂપાલી સીનિયર એક્ટ્રેસ છે. હવે, રૂપાલી રોજના ત્રણ લાખ રૂપિયા ફી લે છે.

ઉલ્લેખનીય છે કે રૂપાલી 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'માં મોનિશાનો રોલ કરીને ચાહકોમાં લોકપ્રિય થઈ હતી. રૂપાલીએ 1985માં 'સાહેબ' ફિલ્મમાં ચાઇલ્ડ એક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. રૂપાલીએ અશ્વિન કે વર્મા સાથે 2013માં લગ્ન કર્યાં હતાં અને તેમને એક દીકરો છે. રૂપાલી ગાંગુલીના પિતા અનિલ ગાંગુલી ડિરેક્ટર તથા સ્ક્રીનરાઇટર હતા. રૂપાલીનો ભાઈ વિજય ગાંગુલી એક્ટર તથા પ્રોડ્યૂસર છે.