તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાસ મુલાકાત:'બિગ બોસ 3'નો વિનર વિંદૂ દારા સિંહ UPના CM યોગી આદિત્યનાથને મળ્યો, બોલ્યો- હાથરસ કેસમાં તેમણે જે કહ્યું તે ઘણું જ આશ્ચર્યજનક હતું

મુંબઈ6 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
 • કૉપી લિંક

'બિગ બોસ 3'ના વિનર તથા એક્ટર વિંદૂ દારા સિંહ હાલમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યો હતો. વિંદૂએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં યોગી સાથેની મુલાકાત અંગે વિસ્તારથી વાત કરી હતી. તેણે કહ્યું હતું કે અયોધ્યામાં થનારી રામલીલામાં યોગી આદિત્યનાથને આમંત્રણ આપવા માટે તે ગયો હતો. આ દરમિયાન તેણે હાથરસ કેસ ઉપરાંત અન્ય મુદ્દાઓ પર પણ વાત કરી હતી.

આદિત્યનાથજીને રામલીલામાં આમંત્રણ આપવા માટે મળ્યો હતો
'હું યોગી આદિત્યનાથજીને થોડાં દિવસ પહેલા અયોધ્યામાં યોજાનારી રામલીલામાં આમંત્રણ આપવા માટે ગયો હતો. અમે 16 ઓક્ટોબરથી અયોધ્યામાં રામલીલા કરીશું. હું હનુમાનનું પાત્ર ભજવીશ. તો રામ તથા સીતાનું પાત્ર દિલ્હીમાં રહેતા કલાકારો પ્લે કરશે. અમારી પૂરી ટીમ ઈચ્છતી હતી કે કોઈ એક દિવસ યોગીજી અમારી રામલીલા જોવા આવે. અયોધ્યામાં અમે 16થી 25 ઓક્ટોબર સુધી રહીશું. હું રામ ભક્ત છું. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આ વખતે અયોધ્યાની પાવનભૂમિ પર મને રામલીલા કરવાની તક મળી છે.'

હાથરસ કેસની સચ્ચાઈ સામે લાવશે
'તમામ દેશવાસીની જેમ હું પણ જાણવા માગું છું કે ઉત્તર પ્રદેશના હાથરસ કેસની સચ્ચાઈ શું છે. યોગી આદિત્યનાથજીએ આ અંગે જે પણ કહ્યું તે ઘણું જ આશ્ચર્યજનક હતું. તેમના પ્રમાણે આ આખા કેસને ટ્વિસ્ટ કરવામાં આવ્યો છે. પોલીસ, મીડિયા, પોલિટિશિયન તમામ લોકો પોત-પોતાનું કામ કરી રહ્યા છે. જોકે, બધાની પોત-પોતાની વાત છે. સુશાંત સિંહ કેસની જેમ જ અહીંયા પણ અનેક વાતો સામે આવી રહી છે. યોગીજી આ કેસ પર ધ્યાન આપે છે અને તેઓ સચ્ચાઈ સામે લાવશે.'

રામ મંદિરના કેસનો ચુકાદો આવ્યો તેનાથી આનંદ છે
'મને આનંદ છે કે રામ મંદિર કેસનો ચુકાદો આવી ગયો. હિંદુ તથા મુસ્લિમ બંને કમ્યુનિટી ઘણું જ કષ્ટ ભોગવતી હતી. રામ મંદિરની આસપાસના વિસ્તારમાં રહેનાર દરેક વ્યક્તિને ખ્યાલ છે કે અહીંયા કોઈ પણ પ્રકારનો વિકાસ થયો નથી. હવે જ્યારે રામ મંદિર બનવાનું શરૂ થયું છે ત્યારે અહીંયાની જમીનના ભાવ વધી ગયા છે. લોકો એક સાથે મળીને કામ કરે છે અને વિકાસ થઈ રહ્યો છે. આવું આખા દેશમાં થવું જોઈએ. આપણે એકબીજાથી અલગ થઈને ક્યારેય આગળ વધી શકીશું નહીં.'

પહેલેથી ખ્યાલ હતો કે સુશાંતે આત્મહત્યા કરી છે
'સુશાંત કેસમાં મને પહેલેથી જ લાગતું હતું કે તેણે આત્મહત્યા કરી છે. જોકે, જે રીતે લોકોએ અલગ-અલગ વાતો કરી તેનાથી નિરાશ થયો હતો. આ જ કારણ હતું કે મેં આ અંગે ક્યારેય વાત કરી નથી. અનેક લોકો કહેવા લાગ્યા હતા કે તેની હત્યા થઈ હતી, જોકે, મારો એક જ સવાલ હતો કે કોઈ તેનું મર્ડર કેમ કરશે? ખુશ છું કે હવે સચ્ચાઈ સામે આવી.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો