પ્રત્યુષાનાં મૃત્યુનાં 5 વર્ષ પછી:વિકાસ ગુપ્તાએ કહ્યું, પ્રત્યુષા સાથે રિલેશનશિપમાં હતો પણ તેને મારા બાયસેક્સ્યુઅલ હોવાની વાત બ્રેકઅપ પછી ખબર પડી હતી

4 મહિનો પહેલા
  • બાયસેક્સ્યુઆલિટીનું ખબર પડતા વિકાસનાં મા-ભાઈએ ઘર છોડી દીધું હતું
  • વિકાસે કહ્યું, મેં પહેલાં મારી સેક્સ્યુઆલિટી વિશે ચુપ રહેવાનું નક્કી કર્યું હતું

ટીવી પ્રોડ્યુસર વિકાસ ગુપ્તાએ પોતાની બાયસેક્સ્યુઆલિટી વિશે ઘણી વાતો શેર કરી છે. વિકાસે ખુલાસો કરતા કહ્યું કે, હું દિવંગત ટીવી એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જી સાથે રિલેશનશિપમાં હતો. હું બે મહિલાઓ સાથે રિલેશનમાં હતો અને તે બંને મારી બાયોસેક્સ્યુઆલિટી વિશે જાણતી હતી. પ્રત્યુષા સિવાય બીજી મહિલા કોણ હતી તેની ચોખવટ ના કરી.

આ કારણોસર બ્રેકઅપ થયું હતું
વિકાસે ઈટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, પ્રત્યુષાને મારી બાયસેક્સ્યુઆલિટી વિશે બ્રેકઅપ પછી ખબર પડી હતી. બહુ ઓછા સમય માટે અમે સાથે રહ્યા. બ્રેકઅપ પછી હું પ્રત્યુષાથી ઘણો ગુસ્સે હતો. એકવાર તેને રસ્તા પર જોઈને અવોઈડ કરી હતી. તેણે મને કોલ પણ કર્યો કે હું આવું કેવી રીતે કરી શકું? મને પ્રત્યુષા ગમતી હતી અને હું તેની સાથે એક મોટો પ્રોજેક્ટ કરવા માગતો હતો. કાશ! આ વાત પૂરી થાત. બ્રેકઅપ પછી ઘણા લોકોએ પ્રત્યુષાના કાન ભર્યા હતા, વિકાસ વિશે ખરાબ કહ્યું હતું, હાલ પ્રત્યુષા છે નહીં આથી વિકાસ તેના વિશે વધારે વાત કરવા માગતો નથી.

બાયસેક્સ્યુઆલિટીનું ખબર પડતા મા-ભાઈએ ઘર છોડી દીધું હતું
વિકાસે પહેલાં દાવો કર્યો હતો કે, મારી માતા અને ભાઈને મારા બાયસેક્સ્યુઅલ હોવાની ખબર પડતા તેઓ ઘર છોડીને જતા રહ્યા હતા. તો બીજી તરફ વિકાસની માતાએ ઘર છોડવાનું કારણ બીજું જ કહ્યું હતું. વિકાસે કહ્યું, મેં ઘણા સમય સુધી પરિવારથી દૂર રહેવાના પ્રયત્નો કર્યા છે અને અનુભવ્યું કે તમે અમુક લોકોને ભલે વધારે પ્રેમ કરતા હોવ, પણ તે લોકો તમને સામે એટલો પ્રેમ કરતા નથી. લાંબા સમય સુધી તમે પ્રેમ કરતા રહો અને તમને પરત કઈ ના મળે તો માણસ અંદરથી ખાલી થઈ જાય છે.

વધુમાં વિકાસે કહ્યું, મેં મારી સેક્સ્યુઆલિટી વિશે ચુપ રહેવાનું નક્કી કર્યું હતું પણ પછી સામેથી આના વિશે જાહેરમાં બોલવાનું નક્કી કર્યું. હું તે વસ્તુ છુપાવતો હતો જેનું સન્માન મારા મિત્રો પણ કરતા નહોતા. આ ઉપરાંત ઘણા લોકોએ મને બ્લેકમેલ કરવાનું શરુ કર્યું હતું. કલ્પના કરો કે, લોકો બે-ત્રણ વર્ષથી રિલેશનમાં છે અને પછી બોલે છે કે તેમને ખોટી રીતે સ્પર્શ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...