કૉફી વિથ કરન 7:વિજય દેવરાકોંડાએ મધદરિયે ફિઝિકલ રિલેશન બનાવ્યા હતા, મેકઅપથી લવબાઇટ છુપાવે છે

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

'કૉફી વિથ કરન'ની સાતમી સિઝનના ચોથા એપિસોડમાં વિજય દેવરાકોંડા તથા અનન્યા પાંડે આવ્યા હતા. લેટેસ્ટ એપિસોડમાં વિજય દેવરાકોંડાએ પોતાની પર્સનલ લાઇફ અંગે ઘણાં જ રહસ્યો ખોલ્યા હતા. વિજય દેવરાકોંડાની કેટલીક વાતો સાંભળ્યા બાદ ચાહકો જ નહીં, પરંતુ કરન જોહર ને અનન્યા પાંડે પણ નવાઈમાં મૂકાઈ ગયા હતા.

ફોટોશૂટ માટે વિજય દેવરાકોંડા ન્યૂડ થવા માટે તૈયાર છે
કરન જોહરે રેપિડ ફાયર રાઉન્ડમાં વિજયને ઘણાં સવાલો પૂછ્યા હતા. વિજયને પૂછવામાં આવ્યું હતું કે તે ઇન્ટરનેશનલ મેગેઝિન માટે ન્યૂડ પોઝ આપશે કે નહીં? જેના જવાબમાં વિજયે કહ્યું હતું કે જો સારી રીતે શૂટ કરવામાં આવે તો તેને ન્યૂડ ફોટોશૂટ કરવામાં કોઈ વાંધો નથી.

કોન્ડોમની એડ કરવા તૈયાર
કરને વિજયને એવો પણ સવાલ કર્યો હતો કે તે કોન્ડોમ કંપનીની જાહેરાત કરશે? વિજયે માત્ર હા ના પાડી, પરંતુ કહ્યું કે તે આનું સમર્થન પણ કરે છે. તેણે કહ્યું હતું કે જો તમારે 10 બાળકો ના જોઈતા હોય તો આ વાસ્તવમાં સ્માર્ટ ને સેફ કામ છે. તે હંમેશાં આનો સપોર્ટ કરશે.

લવ બાઇટ કેવી રીતે છુપાવે છે?
કરન જોહરે વિજય દેવરાકોંડાને સવાલ કર્યો હતો કે તે લવ બાઇટ કેવી રીતે છુપાવે છે અને તેણે પબ્લિક પ્લેસમાં ફિઝિકલ રિલેશન બાંધ્યા છે? જવાબમાં વિજય દેવરાકોંડાએ કહ્યું હતું કે તે લવ બાઇટ છુપાવવા માટે મેકઅપની મદદ લે છે.

મધદરિયે યૉટમાં ફિઝિકલ રિલેશન માણ્યા
વિજયે એમ પણ કહ્યું હતું કે પબ્લિક પ્લેસમાં ફિઝિકલ રિલેશન બનાવ્યા છે. તેણે કહ્યું હતું કે મધદરિયે નાનકડી હોડીમાં તેણે આમ કર્યું હતું. તે નાનકડી યૉટ હતી. આ સાંભળીને અનન્યાએ કહ્યું હતું કે તેણે ક્યારેય આવું કર્યું નથી. તો કરને સામે સવાલ કર્યો હતો કે તેણે ક્યારેય પબ્લિક પ્લેસમાં આવું કર્યું નથી? જવાબમાં અનન્યાએ કહ્યું હતું કે ના તેણે હજી સુધી આવું કર્યું નથી. વિજયે એમ પણ કહ્યું હતું કે તેણે કારમાં પણ ફિઝિકલ રિલેશન માણ્યા છે.

રિલેશનશિપ સ્ટેટ્સ અંગે વાત કરી
ઉલ્લેખનીય છે કે સાઉથ સિનેમામાં એવી ચર્ચા છે કે વિજય દેવરાકોંડા ને રશ્મિકા મંદાના વચ્ચે અફેર છે. આ જ મુદ્દે કરને વિજયને રિલેશનશિપ અંગે પૂછ્યું હતું, જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે તેના સંબંધો પેરેન્ટ્સ સાથે સારા છે, તેના ડિરેક્ટર સાથે સારા છે. તે પોતાના ડૉગને ઘણો જ પ્રેમ કરે છે. તેણે એમ પણ કહ્યું હતું કે જ્યારે તે લગ્ન કરશે ત્યારે તે પોતાના રિલેશનશિપ જાહેર કરશે. હાલમાં તે કોઈની પણ લાગણી દુભાવવા માગતો નથી.

સામંથા રૂથ પ્રભુને મોસ્ટ ડિઝાયરેબલ વુમન કહી
કરન જોહરે વિજયને સવાલ કર્યો હતો કે ભારતની મોસ્ટ ડિઝાયરેબલ વુમન કોણ છે? વિજયે સામંથા રૂથ પ્રભુનું નામ લીધું હતું. તેણે સામંથાને ડાર્લિંગ કહી હતી. સારા અલી ખાનને ફન્ની તો જાહન્વીને ક્યૂટ ગણાવી હતી.

બેસ્ટ સેક્સ ઇન લાઇફ ને બિગ બ્લોકબસ્ટરમાંથી કોની પસંદગી?
કરન જોહરે વિજયને બેસ્ટ ઇન સેક્સ લાઇફ તથા બિગ બ્લોકબસ્ટરમાંથી એકની પસંદગી કરવાનું કહ્યું હતું. વિજયે જવાબમાં કરિયરની પસંદ કરી હતી.

નેપોટિઝમ અંગે પણ વાત કરી
શોમાં વિજયે કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં આઉટસાઇડર તરીકે કામ કરવું સહેજ પણ સરળ નથી, એમાં પણ જ્યારે તમારી પાસે ઇન્ડસ્ટ્રીનો કોઈ જ એક્સેસ ના હોય. આ વાત ઘણી જ મુશ્કેલ બની જાય છે. તે એમ કહેવા માગે છે કે દુનિયા સહેજ પણ વાજબી નથી. દુનિયામાં કોઈની એક જેવી આર્થિક સ્થિતિ નથી, બધાની એક જેવી ઊંચાઈ નથી, બધા એક જેવા દેખાતા નથી અથવા બધાની શારીરિક શક્તિ પણ એક જેવી નથી. તે ક્યારેય પૈસાદાર પરિવારમાં જન્મેલા લોકોને દોષિત ગણાવતો નથી, તેમાં તેમનો કોઈ વાંક નથી. એક દિવસ તેનો પણ પરિવાર હશે અને બાળક હશે. હવે તેમાં તે બાળકનો કોઈ જ વાંક નથી. સ્ટાર કિડ હોવાનો કેટલાંક ફાયદા છે, પરંતુ તે પોતાની સફરમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. તેના જીવનમાં આવતા દરેક અપમાન, મહેનત, અડચણોનું ખુલ્લા મનથી સ્વાગત કરે છે.

2011માં કરિયર શરૂ કરી
2011માં વિજય દેવરાકોંડાએ તેલુગુ ફિલ્મ 'નુવ્વીલા'થી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, 2016માં ફિલ્મ 'પેલ્લી છોપુલુ'થી ઓળખ મળી હતી. ત્યારબાદ તે 'અર્જુન રેડ્ડી', 'યે મંત્રમ વેસાવે', 'મહનતી', 'ગીથા ગોવિંદમ', 'ડિઅર કોમરેડ' સહિતની ફિલ્મમાં જોવા મળ્યો હતો. વિજય છેલ્લે તેલુગુ ફિલ્મ 'વર્લ્ડ ફેમસ લવર'માં જોવા મળ્યો હતો. હવે તે 'લાઇગર'થી બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...