તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાવાઈરસ સામેની લડાઈમાં બોલિવૂડ સેલેબ્સ શક્ય તેટલી મદદ કરી રહ્યાં છે. અર્ચના પૂરણ સિંહ પણ આમાંથી બાકાત નથી. અર્ચના પૂરણ સિંહે હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડ્યું તે અંગેની પોસ્ટ કરી હતી. જોકે, આ પોસ્ટ પર એક યુઝરે એવી કમેન્ટ કરી હતી કે અર્ચના શો-ઓફ કરી રહી છે. આ કમેન્ટ્ પર અર્ચનાએ સહેજ પણ ગુસ્સે થયા વગર રિપ્લાય આપ્યો હતો.
અર્ચનાએ દુકાનદાર તથા ડ્રાઈવરનો આભાર માન્યો
અર્ચનાએ એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં એક મહિલાના ચહેરા પર માસ્ક છે અને તેના હાથમાં કરિયાણું છે. આ તસવીર શૅર કરીને અર્ચનાએ દુકાનદાર મોહન તથા ડ્રાઈવર દિનેશનો આભાર માન્યો હતો. અર્ચનાએ ચાહકોને અપીલ કરી હતી કે જરૂરિયાતમંદ લોકોને શક્ય તેટલી મદદ કરવી. આ પોસ્ટ પર અનેક યુઝર્સે અર્ચનાના વખાણ કર્યાં હતાં. જોકે, એક યુઝરે અર્ચનાના આ પરોપકારી કાર્યને શો-ઓફ ગણાવ્યું હતું.
View this post on InstagramA post shared by Archana Puran Singh (@archanapuransingh) on May 12, 2020 at 2:20am PDT
યુઝરે શું કમેન્ટ કરી?
યુઝરે કમેન્ટ કરી હતી, શો ઓફ કરવા માટે આવે છે. આના પર અર્ચનાએ જવાબ આપ્યો હતો કે કોઈની પોસ્ટ પર નેગેટિવ કમેન્ટ્સ કરવાને બદલે બીજાને મદદ કરવી જોઈએ. અર્ચનાએ આ કમેન્ટના રિપ્લાયમાં કહ્યું હતું, મને દુઃખ થયું કે તમે આ વાતને આવી રીતે લીધી. હું ઘણું જ ખરાબ ફીલ કરું છું. મને આશા છે કે તમે તમારા હૃદયમાં એટલી ભલાઈ રાખશો કે તમે બીજાની ભલાઈ પણ ઓળખી શકો. માત્ર હું જ નહીં હજારો લોકો બીજાને મદદ કરી રહ્યાં છે. મહેરબાની કરીને નેગેટિવ પોસ્ટ્સ કરવાને બદલે બીજા લોકોને મદદ કરો.
યુઝરે આ દાવો કર્યો
યુઝરે દાવો કર્યો હતો કે તે પણ બીજાને મદદ કરે છે પરંતુ તે સોશિયલ મીડિયામાં ક્યારેય પોસ્ટ કરતી નથી. આના પર અર્ચનાએ કહ્યું હતું, જો તમે આટલા જ સારા છો અને લોકોની મદદ કરી રહ્યાં છો તો તે સારી વાત છે. જો તમે જાતે પોસ્ટ ના કરતા હોવ તો બીજાની પોસ્ટ પર નેગેટિવ પોસ્ટ કેમ કરો છો? અહીંયા પણ તે જ ભલાઈ બતાવો તો વિશ્વાસ થઈ જાય કે તમે સાચે જ અમારાથી બહુ જ સારા છો.
ઉલ્લેખનીય છે કે અર્ચના હાલમાં મડ આઈલેન્ડ સ્થિત પોતાના બંગલામાં પતિ પરમિત સેઠી, દીકરાઓ આર્યમાન તથા આયુષ્માન સાથે લૉકડાઉન પીરિયડ પસાર કરે છે. અર્ચના સોશિયલ મીડિયામાં અવાર-નવાર પોતાના ઘરના તથા નોકરાણી ભાગ્યશ્રી સાથેના વીડિયો શૅર કરે છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.