ખુલાસો:ઉર્મિલા માતોંડરે કહ્યું- રંગીલા જોયા બાદ આમિર ખાનને 'ફેન લેટર' લખ્યો હતો, ‘ડાન્સ દીવાને- 3’ શોમાં ગેસ્ટ તરીકે સામેલ થઈ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તેને ડાન્સની એક ક્લિપ ઓનલાઈન શેર કરી
  • ઉર્મિલા આમિરની એક્ટિંગ જોઈ અને તેનું કામ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર ‘ડાન્સ દીવાને 3’ શોમાં ગેસ્ટ તરીકે સામેલ થઈ છે. આ શો દરમિયાન ઉર્મિલાએ ડાન્સ વિશે ઘણી રસપ્રદ વાતો કરી છે. આ શોમાં તેણે આમિર સાથેની પોતાની સુપરહિટ ફિલ્મ ‘રંગીલા’ વિશે પણ એક ઇન્ટરેસ્ટિંગ પ્રસંગ શૅર કર્યો હતો.

રિયાલિટી શોમાં સ્પેશિયલ ગેસ્ટ છે ઉર્મિલા
ઉર્મિલાએ વાત કરતાં જણાવ્યું કે, ઘણા ઓછા લોકોને ખબર છે કે જ્યારે હું રંગીલા માટે ડબિંગ કરી હતી ત્યારે મેં આમિરની એક્ટિંગ જોઈ અને તેનું કામ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મેં આમિરને એક ફેનની જેમ લેટરમાં લખ્યું, આ ફિલ્મમાં તમારી એક્ટિંગને જોયા બાદ તમને ઘણા લેટરની સાથે તમને એવોર્ડ પણ મળશે. પરંતુ તમને ફેનની તરફથી મળતો આ પહેલો લેટર હશે.

ઉર્મિલા ડાન્સ રિયાલિટી શોમાં સ્પેશિયલ ગેસ્ટ છે અને આ એપિસોડ આ વીકેન્ડ પર ટેલિકાસ્ટ થશે. ઉર્મિલાએ ડાન્સની એક ક્લિપ ઓનલાઈન શૅર કરી જેમાં તે પોતાની ફિલ્મ ‘લજ્જા’ના હિટ ગીત 'આ હી જાઇયે' પર ડાન્સ કરી રહી છે. તેની સાથે માધુરી દીક્ષિત પણ ડાન્સ કરતી જોવા મળી હતી, તે આ શોની જજ પણ છે.

ફિલ્મ સાજનને 30 વર્ષ પૂરાં
માધુરી દીક્ષિતની સલમાન ખાન અને સંજય દત્ત સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘સાજન’ને 30 વર્ષ પૂરા થવાના સેલિબ્રેશન વીડિયોમાં ઉર્મિલા પણ માધુરીની સાથે જોવા મળી. માધુરી અને ઉર્મિલાએ 'તૂ શાયર હૈ મૈં તેરી શાયરી' ગીત પર ડાન્સ કરતા એક વીડિયો શેર કર્યો, વીડિયોમાં માધુરીએ કેપ્શનમાં લખ્યું, ‘ધન્યવાદ ઉર્મિલા, 'સાજન'નાં 30 વર્ષનું સાથે સેલિબ્રેશન કરવા માટે.’

રંગીલાના કામ માટે પ્રશંસા થઈ હતી
ફિલ્મ ‘રંગીલા’ માટે આમિરની ક્રિટિક અને ફેન્સ તરફથી ઘણી પ્રશંસા થઈ હતી. તે જ વર્ષે ફિલ્મફેર એવોર્ડ્સમાં તેને બેસ્ટ એક્ટરની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યો હતો. જો કે, શાહરૂખ ખાનને 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' માટે એવોર્ડ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...