ઉર્ફી જાવેદનું BJP નેતાના આક્ષેપો અંગે રિએક્શન:કહ્યું, 'આ લોકો મને આત્મઘાતી બનાવી રહ્યા છે, હું જાતે જ મરી જઈશ'

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉર્ફી જાવેદ મુશ્કેલીઓમાં ફસાતી જોવા મળી છે. નવા વર્ષની શરૂઆતમાં ઉર્ફી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ મહારાષ્ટ્રની ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ચિત્રા વાઘે કરી છે. તેમણે પોતાના આરોપમાં કહ્યું હતું કે ઉર્ફી મુંબઈના રસ્તા પર ન્યૂડિટી ફેલાવે છે. આ ફરિયાદ અંગે હવે ઉર્ફીનું રિએક્શન સામે આવ્યું છે.

ઉર્ફીએ ચિત્રાને ખરું-ખોટું સંભળાવ્યું
ઉર્ફીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'આ તે જ મહિલા છે, જ્યારે તે NCPમાં હતી ત્યારે સંજય રાઠોડની ધરપકડ માટે બૂમો પાડતી હતી. પછી તેનો પતિ લાંચ લેતા પકડાયો હતો. પતિને બચાવવા માટે ચિત્રા ભાજપમાં સામેલ થઈ ગઈ હતી અને પછી સંજય ને ચિત્રા સારા મિત્રો બની ગયા. હું પણ ભાજપમાં જોડાવવાની વાત કરું છું. ત્યારે અમે પણ સારા મિત્રો બની જઈશું.'

આ લોકો મને આત્મઘાતી બનાવી રહ્યા છે
ઉર્ફીએ અન્ય એક પોસ્ટમાં કહ્યું હતું, 'મને ખ્યાલ છે કે રાજકારણી વિરુદ્ધ કંઈ પણ અપલોડ કરવું જોખમી છે, પરંતુ આ લોકો મને આત્મઘાતી બનાવી રહ્યા છે. આથી કાંતો હું મરી જઈશ અથવા તો હું મારા મનની વાત કરીશ અને તેમના દ્વારા મળીશ, પરંતુ હું ફરીથી યાદ અપાવી દઉં કે મેં આ શરૂ કર્યું નથી. મેં ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી. તેઓ કારણ વગર જ મારી પાસે આવી રહ્યા છે.'

તે લોકો માત્ર મીડિયામાં પોપ્યુલર થવા માટે આમ કરે છે
ઉર્ફીએ આ પહેલાં ચિત્રા વાઘની ફરિયાદની કૉપી બતાવીને ફોટો શૅર કર્યો હતો. આ તસવીર શૅર કરીને ઉર્ફીએ કહ્યું હતું, 'મને મારી જાત પર ઘણો જ ગર્વ છે.' બીજી એક તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ગુડ જોબ ચિત્રા વાઘ. આ લોકો માત્ર મીડિયાનું ધ્યાન આકર્ષિત કરવા માટે આમ કરી રહ્યા છે.'

અન્ય સમાચારો પણ છે...