વાઇરલ વીડિયો:ટીવી શો 'રામાયણ' ફૅમ દેબિનાને બેબી બમ્પને કારણે સેન્ડલ પહેરવામાં મુશ્કેલી પડી, પતિ ગુરમીતે પહેરાવ્યા

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીવી સ્ટાર કપલ ગુરમીત ચૌધરી તથા દેબિના બેનર્જી પેરેન્ટ્સ બનવાના છે. બંને વચ્ચેની કેમિસ્ટ્રી ચાહકોને ઘણી જ પસંદ આવે છે. પ્રેગ્નન્ટ દેબિના અવાર-નવાર સો.મીડિયામાં વીડિયો શૅર કરતી હોય છે. દેબિનાનો એક નવો વીડિયો વાઇરલ થયો છે.

ગુરમીતે પત્નીને સેન્ડલ પહેરાવ્યા
દેબિના બેનર્જીએ શૅર કરેલા વીડિયોમાં જોવા મળે છે કે બેબી બમ્પને કારણે એક્ટ્રેસ સેન્ડલ પહેરી શકતી નથી. આ દરમિયાન ગુરમીત આવે છે અને નીચે બેસીને સેન્ડલ પહેરાવે છે અને પછી બંને એકબીજાને ભેટી પડે છે.

ભાવુક નોટ શૅર કરી
વીડિયો શૅર કરીને દેબિનાએ કહ્યું હતું, 'જ્યારે હું મારા આશીર્વાદની ગણતરી કરું છું ત્યારે હું તમને અનંતવાર ગણું છું. આ સફરને કારણે આપણે એકબીજાની વધુ નિકટ આવી ગયા. આપણે માત્ર પેરેન્ટ્સ કે માત્ર કપલ નથી. આપણે એકબીજાના સારા મિત્રો છીએ અને આપણી સફર વધુ ઉજ્જવળ, સારી તથા સફળ બનશે. કોઈ પણ સંબંધને ટકાવી રાખવા માટે પહેલાં મિત્ર બનવું પડે છે અને બાકી બધું એની રીતે થઈ જાય છે. આજકાલ આ પ્રેગ્નન્ટ મહિલા ઘણું જ સારું ફિલ કરી રહી છે અને તેના તરફથી એક ભાવુક નોટ,'

યુઝર્સે કમેન્ટ્સ કરી
વીડિયો વાઇરલ થયા બાદ યુઝર્સે દેબિનાને સલાહ આપી હતી. મોટાભાગના યુઝર્સે કહ્યું હતું કે પ્રેગ્નન્સીમાં હીલ્સ પહેરવી જોઈએ નહીં. ડૉક્ટર્સ પણ હાઇ હીલ્સ પહેરવાની ના પાડે છે.

ગયા મહિને પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી
દેબિના તથા ગુરમીતે 9 ફેબ્રુઆરીએ સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં દેબિના બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી જોવા મળી હતી. આ તસવીર શૅર કરીને તેમણે કહ્યું હતું, 'અમે 3 થવા જઈ રહ્યા છીએ. જુનિયર ચૌધરી આવશે. તમારા આશીર્વાદ જોઈએ.'

'રામાયણ' શોથી બંને લોકપ્રિય થયા
ગુરમીત અને દેબિના 2008માં ટેલિકાસ્ટ થયેલા ટીવી શો 'રામાયણ'માં રામ-સીતા બન્યાં હતાં. આ શોથી બંનેને ઘણી પોપ્યુલારિટી મળી હતી. શોના ત્રણ વર્ષ બાદ એટલે કે 2011માં બંનેએ લગ્ન કર્યાં હતાં. બંને ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે' અને 'પતિ, પત્ની ઔર વો' શોમાં પણ સાથે જોવા મળ્યાં હતાં. 11 વર્ષ બાદ બંને 'શુભો બિજોયા' નામની શોર્ટ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. દેબિના 2016-17માં ટેલિકાસ્ટ થયેલ ‘સંતોષી મા’માં મુખ્ય ભૂમિકામાં હતી. ત્યારબાદ તે ‘તેનાલી રામ’, ‘ખીચડી રિટર્ન્સ’, ‘લાલ ઇશ્ક’, ‘કિચન ચૅમ્પિયન’ જેવા શોમાં દેખાઈ હતી, પરંતુ તેમાં ક્યાંકે તેનો સ્પેશિયલ અપિયરન્સ હતો તો ક્યાંક કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઈ હતી. ગુરમીતની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'ધ વાઇફ'માં જોવા મળ્યો હતો.