તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:મુનમુન દત્તાએ જાતિગત આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો, વિરોધ થતાં માફી માગી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સો.મીડિયામાં #ArrestMunmunDutta ટ્રેન્ડ થયું
  • મુનમુને કહ્યું, મને શબ્દનો સાચો અર્થ ખબર નહોતો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાએ તાજેતરમાં જ પોતાના એક વીડિયોમાં જાતિગત શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયો અંગે અનેક લોકોએ આપત્તિ દર્શાવી હતી. મુનમુન દત્તાને પોતાની ભૂલ ધ્યાનમાં આવતા તેણે આ વીડિયો સો.મીડિયામાંથી ડિલીટ કરી નાખ્યો છે અને યુ ટ્યૂબમાં એડિટ કરી નાખ્યો છે. જોકે, છતાં લોકોનો આક્રોશ શાંત થયો નહોતો. ત્યારબાદ મુનમુને માફી હતી. અલબત્ત, માફી માગ્યા બાદ પણ #ArrestMunmunDutta સો.મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું છે.

સો.મીડિયામાં મુનમુન દત્તાને ટ્રોલ કરવામાં આવી

મુનમુને માફી માગી
મુનમુને સો.મીડિયામાં હિંદી તથા અંગ્રેજીમાં નિવેદન જાહેર કર્યું હતું. મુનમુને કહ્યું હતું, આ એક વીડિયોના સંદર્ભમાં છે. આ વીડિયો મેં ગઈ કાલે પોસ્ટ કર્યો હતો. અહીંયા મારા દ્વારા ઉપયોગમાં લેવાયેલા એક શબ્દનો ખોટો અર્થ કરવામાં આવ્યો છે. આ અપમાન, ધમકી કે કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદા સાથે કહેવામાં આવ્યો નથી. મારી ભાષાની નાસમજને કારણે, મને શબ્દના સાચા અર્થની ખોટી માહિતી હતી. જ્યારે મને સાચો અર્થ કહેવામાં આવ્યો, ત્યારે મેં તે ભાગ એડિટ કરી દીધો છે.

વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું, હું દરેક જાતિ, પંથ અને દરેક વ્યક્તિને ઘણું જ સન્માન આપું છે. સમાજ કે રાષ્ટ્રમાં તેમના અપાર યોગદાનને સ્વીકારું છું. મારા શબ્દના ઉપયોગને કારણે અજાણતા જેમની લાગણી દુભાઈ છે, તે તમામની હું ઈમાનદારીથી માફી માગું છું. મને તેના માટે અફસોસ છે.

પ્રાણીઓ પર વરસાવે છે પ્રેમ
મુનમુન એનિમલ લવર છે. મુનમુન જ્યાં પણ જ્યાં ત્યાં પપીઝને રમાડવા લાગે છે. ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તા શરૂઆતથી જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે જોડાયેલી છે. આ સિરિયલમાં તે બબીતાનું પાત્ર ભજવી રહી છે. સિરિયલમાં જેઠાલાલને બબીતા પ્રત્યે કૂણી લાગણી છે, તેવું બતાવવામાં આવ્યું છે.

દેશ-દુનિયા ફરવાનો છે શોખ
મુનમુનને દેશ-દુનિયા ફરવાનો શોખ છે. મુનમુન અત્યાર સુધી વિવિધ દેશો ફરી ચૂકી છે. તેને ટ્રાવેલનો ઘણો જ શોખ છે. તેને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તે ફરવા નીકળી પડે છે.