તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:'બબીતાજી'ની સો.મીડિયા પોસ્ટ પર 'ટપુડો' કમેન્ટ કરીને ફસાયો, યુઝર્સે ખરું-ખોટું સંભળાવ્યું

મુંબઈ2 મહિનો પહેલા
  • મુનમુન દત્તાએ સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો

લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ટપુનો રોલ પ્લે કરતો રાજ અનડકટ હાલમાં ટ્રોલર્સના નિશાને આવી ગયો છે. યુઝર્સે સો.મીડિયામાં તેને ખરું-ખોટું સંભળાવ્યું છે. રાજ અનડકટે 'તારક મહેતા..'માં બબીતાજીનો રોલ પ્લે કરનારી મુનમુન દત્તાની એક પોસ્ટ પર કમેન્ટ કરી હતી.

રાજે શું કમેન્ટ કરી?
મુનમુન દત્તાએ સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. પોસ્ટ પર રાજે ફાયર ઇમોજી સાથે હાર્ટ ઇમોજી શૅર કરી હતી. રાજની આ રીતની કમેન્ટ જોતા જ યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

શું કહ્યું યુઝર્સે?
એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું હતું, 'વાહ ભાઈ આંટી પટા લી.' તો અન્ય એકે કહ્યું હતું, 'લાગે છે કે મુનમુન દત્તા તથા રાજ વચ્ચે અફેર ચાલે છે, કંઈક તો શરમ કરો.'

બંને વચ્ચે ખાસ બોન્ડિંગ
રાજ અનડકટ તથા મુનમુન દત્તા વચ્ચે ફ્રેન્ડલી બોન્ડ છે. રાજ તથા મુનમુન અવારનવાર એકબીજાની સો.મીડિયા પોસ્ટ પર કમેન્ટ કરતા હોય છે. રાજ આ પહેલાં પણ ઘણીવાર મુનમુન દત્તાની પોસ્ટ પર કમેન્ટ કરતાં ટ્રોલ થયો હતો.

2017થી 'તારક મહેતા..'માં જોવા મળે છે
મુંબઈમાં જન્મેલા રાજે 2016માં ટીવી સિરિયલ 'એક રિશ્તા સાંઝેદારી કા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. માર્ચ, 2017 સુધી 'તારક મહેતા..'માં ભવ્ય ગાંધી ટપુનો રોલ પ્લે કર્યો હતો. તેણે સિરિયલ છોડી પછી રાજને ટપુના રોલ માટે લેવામાં આવ્યો હતો.