તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:સિરિયલને 14 વર્ષ પૂરા થતાં 'જેઠાલાલ', 'બબીતા' સહિતના ગોકુલધામવાસીઓ સેલિબ્રેટ કર્યું

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઓનલાઇન TRPમાં હંમેશાં ટોપ 5માં રહેતી હોય છે. હાલમાં જ આ સિરિયલે 14 વર્ષ પૂરા કર્યા હતા. સિરિયલને 14 વર્ષ પૂરા થતાં જ સેટ પર સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. સો.મીડિયામાં સેલિબ્રેશનની તસવીરો ને વીડિયો વાઇરલ થયા છે.

સેલિબ્રેશનની તસવીરો ને વીડિયો...

દિલીપ જોષી ભાવુક થયા
સેલિબ્રેશન દરમિયાન જેઠાલાલ એટલે કે દિલીપ જોષીએ નટુકાકા (ઘનશ્યામ નાયક)ને યાદ કર્યા હતા. આ ઉપરાંત દિલીપ જોષીએ ડૉ. હાથીનો રોલ પ્લે કરતાં કવિ કુમાર આઝાદને પણ યાદ કર્યા હતા.

દિલીપ જોષીએ નટુકાકાને યાદ કરીને કહ્યું હતું, 'માત્ર આજના દિવસે નહીં, પરંતુ અમે રોજ નટુકાકાને યાદ કરીએ છીએ. 'તારક મહેતા..'ની આ સફરમાં ઘનશ્યામભાઈ, આઝાદભાઈ, મેકઅપ આર્ટિસ્ટ આનંદ, પ્રોડક્શન ટીમના અરવિંદ, શિશુપાલે દુનિયાને અલવિદા કહ્યું હતું અને અમે ક્યારેય આ લોકોને ભૂલ્યા નથી. અમારી શિફ્ટ્સ 12 કલાકથી પણ વધુની હોય છે અને અમે સાથે કામ કરતા હોઈએ છીએ. અમે પરિવાર કરતાં પણ વિશેષ છીએ. આ અમારો નાનકડો પરિવાર જ છે. આ રીતનો પ્રસંગ હોય ત્યારે અમે તે તમામ લોકોને ઘણાં જ યાદ કરીએ છીએ.'

વધુમાં દિલીપ જોષીએ કહ્યું હતું કે તેઓ સિરિયલમાં કામ કરતાં હોય તે ખુશ રહે. દર્શકોના આશીર્વાદ મળ્યા છે. તે ચાહકોને વિનંતી કરે છે કે તેઓ હંમેશાં આ રીતે પ્રેમ કરતાં રહે.

2008માં સિરિયલ શરૂ થઈ હતી
ઉલ્લેખનીય છે કે 28 જુલાઈ, 2008ના રોજ આ સિરિયલ શરૂ થઈ હતી. સિરિયલમાં દિલીપ જોષી. અમિત ભટ્ટ, મુનમુન દત્તા, સોનાલિકા જોષી, મંદાર ચાંદવાડકર સહિતના કલાકારો છે.

અત્યાર સુધીમાં આ કલાકારો શોને અલવિદા કહી ચૂક્યા છે
આ પહેલાં સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું.