તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ પ્રશાંત બજાજની કારને રિક્ષાએ ટક્કર મારી, ખભામાં ઈજા થઈ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રશાંત બજાજે રિક્ષા ડ્રાઇવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.

ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કરીને લોકપ્રિય થનાર ટીવી એક્ટર પ્રશાંત બજાજની કારનો હાલમાં જ અકસ્માત થયો હતો. આ એક્સિડન્ટમાં પ્રશાંતને સામાન્ય ઈજા થઈ હતી.

શું બન્યું?
પ્રશાંત બજાજનો મુંબઈના MTNL જંક્શન પાસે અકસ્માત થયો હતો. એક્ટરની કારને રિક્ષાએ જોરદાર ટક્કર મારી હતી. દુર્ઘટનામાં કારનો આગળ ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. એક્ટરે કહ્યું હતું કે તેને કારને ટક્કર મારનાર રિક્ષા ડ્રાઇવર સલામત છે અને ઠીક છે.

'એમ લાગ્યું કે મારો પગ જતો રહ્યો'
વધુમાં એક્ટરે કહ્યું હતું, 'ભગવાનનો લાખ લાખ આભાર. શરૂઆતમાં આ અકસ્માત ઘણો જ ગંભીર લાગતો હતો. મને એક સેકન્ડ માટે એવું લાગ્યું કે મેં મારો પગ ગુમાવી દીધો છે. હું એકદમ સૂનમૂન થઈ ગયો હતો. મને કંઈ જ ભાન ના હોય તેમ લાગતું હતું. જોકે, થોડીક્ષણો બાદ બધા ભેગા થઈ ગયા હતા અને પછી હું સલામત રીતે ઘરે પહોંચી ગયો હતો. મેં રિક્ષા ડ્રાઇવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ આ કેસની તપાસ કરશે. હું મારા ચાહકોનો આભારી છું.'

'તારક..'ના ત્રણ એપિસોડમાં જોવા મળ્યો હતો
પ્રશાંત બજાજ 'તારક મહેતા..'ના ત્રણ એપિસોડમાં જોવા મળ્યો હતો. એક એપિસોડમાં તેણે ટિકિટ બોયનો રોલ પ્લે કર્યો હતો અને બીજા બે એપિસોડમાં તે ફ્રેન્ડના રોલમાં હતો.

'આયુષ્માન ભવ' માત્ર 4 મહિના ચાલી
પ્રશાંત બજાજ છેલ્લે ટીવી સિરિયલ 'આયુષ્માન ભાવ'માં જોવા મળ્યો હતો. આ સિરિયલ ડિસેમ્બર, 2017માં બંધ થઈ ગઈ હતી. આ સિરિયલ માત્ર ચાર મહિના જ ચાલી હતી. ત્યારથી પ્રશાંત બજાજે ટીવીમાંથી બ્રેક લીધો હતો. પ્રશાંતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે હવે બોલિવૂડ તથા ડિજિટલ પ્લેટફોર્મમાં નસીબ અજમાવવા માગે છે. હવે તે એક નવા દૃષ્ટિકોણથી કામ કરવા ઉત્સુક છે.