તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂખ કરાવે ચોરી:'સાવધાન ઇન્ડિયા', 'ક્રાઇમ પેટ્રોલ' ફૅમ બે એક્ટ્રેસિસ પૈસાની તંગીથી ત્રાસીને ચોરીના રવાડે ચઢી, પોલીસે ધરપકડ કરી

મુંબઈએક મહિનો પહેલા
  • બંને એક્ટ્રેસિસે 3 લાખ 28 હજાર રૂપિયની ચોરી કરી હતી
  • પોલીસની પૂછપરછમાં ગુનો કબૂલ કર્યો
  • શૂટિંગ બંધ થતાં પૈસાની તંગીનો સામનો કરતી હતી

'ક્રાઇમ પેટ્રોલ' તથા 'સાવધાન ઇન્ડિયા' જેવી લોકપ્રિય ટીવી સિરિયલમાં કામ કરનારી બે ટીવી એક્ટ્રેસની ચોરીના ગુનામાં મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. કોરોનાકાળમાં લૉકડાઉનને કારણે શૂટિંગ બંધ હતા. આથી બંને આર્થિક તંગીનો સામનો કરતી હતી. તેમનો એક મિત્ર મુંબઈની આરે કોલોનીમાં પેઇંગ ગેસ્ટ ચલાવતો હતો. અહીંયા બંને થોડાં સમય પહેલાં જ આવી હતી.

CCTV કેમેરામાં ચોરીની ઘટના રેકોર્ડ થઈ
આરે કોલોનીના રોયલ પામ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં રહેતા વ્યક્તિના ઘરે 18 મેના રોજ આ બંને એક્ટ્રેસ પેઇંગ ગેસ્ટ બનીને રહેવા આવી હતી. આ દરમિયાન તેમણે આ ઘરમાં પહેલેથી રહેતા પેઇંગ ગેસ્ટના લૉકઅપમાંથી 3 લાખ 28 હજાર રૂપિયા લઈને રફુચક્કર થઈ ગઈ હતી.

CCTVમાં એક્ટ્રેસ ચોરી કરતાં જોવા મળી હતી
CCTVમાં એક્ટ્રેસ ચોરી કરતાં જોવા મળી હતી

વ્યક્તિએ આ બંને એક્ટ્રેસ પર શંકા વ્યક્ત કરી
પેઇંગ ગેસ્ટ આરે પોલીસ સ્ટેશનમાં ટીવી એક્ટ્રેસ સુરભિ સુરેન્દ્રલાલ શ્રીવાસ્તવ (25) તથા મોસિના મુખ્તાર શેખ (19)એ પૈસાની પોટલી ચોરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસે તપાસ દરમિયાન CCTV ફુટેજની તપાસ કરી તો બંને એક્ટ્રેસિસ પોટલી સાથે બહાર જતી જોવા મળી હતી.

જ્યારે પોલીસે બંનેને CCTV બતાવ્યા તો તેઓ ભાંગી પડ્યાં હતાં અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો.

પોલીસે CCTV બંને એક્ટ્રેસિસને બતાવ્યા હતા
પોલીસે CCTV બંને એક્ટ્રેસિસને બતાવ્યા હતા

આરે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી નૂતન પાવરે કહ્યું હતું કે બંનેએ 'ક્રાઇમ પેટ્રોલ' તથા 'સાવધાન ઇન્ડિયા' ઉપરાંત અનેક વેબ સિરીઝમાં કામ કર્યું છે. પોલીસે આ બંને પાસેથી ચોરી કરેલા 50 હજાર રૂપિયા જપ્ત કર્યાં છે. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે 23 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી લીધી છે.