તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેડિંગ બેલ્સ:ટીવી સિરિયલ 'પંડ્યા સ્ટોર' ફૅમ અમદાવાદી શાઈની દોશીએ ઘરમાં જ પ્રેમી સાથે લગ્ન કર્યાં, લગ્નમંડપમાં કરી કિસ

મુંબઈ2 મહિનો પહેલા
  • લગ્નની ડેટ માત્ર 2 દિવસમાં જ ફિક્સ કરવામાં આવી.
  • શાઈની નવેમ્બર-ડિસેમ્બરમાં ગ્રાન્ડ પાર્ટી આપશે.

ટીવી સિરિયલ 'પંડ્યા સ્ટોર' ફૅમ શાઈની દોશીએ 15 જુલાઈના રોજ લોંગ ટાઇમ બોયફ્રેન્ડ લવેશ ખૈરજાની સાથે મુંબઈમાં લગ્ન કર્યાં હતાં. શાઈની આ સિરિયલમાં ધરાનો રોલ પ્લે કરી રહી છે. ઉલ્લેખનીય છે કે શાઈની દોશી અમદાવાદની છે.

લગ્નમંડપમાં લવેશે શાઈનીને કિસ કરી
14 જુલાઈના રોજ શાઈનીની મહેંદી સેરેમની યોજાઈ હતી. મહેંદી સેરેમનીમાં શાઈની તથા લવેશે મનમૂકીને ડાન્સ કર્યો હતો. મહેંદી સેરેમનીમાં ધીરજ ધૂપર પત્ની વિન્ની સાથે હાજર રહ્યો હતો. 15 જુલાઈએ શાઈની તથા લવેશે લગ્ન કર્યાં હતાં. લગ્નમંડપમાં ફેરા ફર્યા બાદ લવેશે શાઈનીને તેડી લીધી હતી અને પછી તેને કિસ કરી હતી.

4 જાન્યુઆરી, 2020માં સગાઈ કરી
શાઈની તથા લવેશ વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી સંબંધ છે. ગયા વર્ષે ચાર જાન્યુઆરીએ બંનેએ સગાઈની જાહેરાત કરી હતી. શાઈનીની બેસ્ટ ફ્રેન્ડ તથા એક્ટ્રેસ પ્રણિતા પંડિતે શાઈની તથા લવેશની મુલાકાત કરાવી હતી. પ્રણિતા તથા લવેશ વચ્ચે 10 વર્ષથી મિત્રતા છે.

લગ્ન માટે 'પંડ્યા સ્ટોર'ની સ્ટાર-કાસ્ટને એક દિવસની રજા
શાઈની દોશી 'પંડ્યા સ્ટોર'માં કામ કરી રહી છે. આ સિરિયલમાં કામ કરતી આખી ટીમને એક દિવસની રજા આપવામાં આવી છે. સિરિયલમાં રીશિતાનો રોલ પ્લે કરતી ટીવી એક્ટ્રેસ સિમરન બુધરૂપે એક ઈન્ટરવ્યૂમાં આ અંગેની માહિતી આપી હતી. સિમરને કહ્યું હતું કે શાઈનીના લગ્નમાં તમામ બ્રાઇડ્સમેડે સાડી પહેરી હતી.

25 લોકોની હાજરીમાં લગ્ન
કોરોનાને કારણે શાઈનીએ લગ્નમાં માત્ર 25 લોકોને જ આમંત્રણ આપ્યું હતું. લગ્નમાં શાઈની તથા લવેશના ખાસ મિત્રો હાજર રહ્યાં હતાં. શાઈનીની બેસ્ટ ફ્રેન્ડ પ્રણિતા પંડિતે કહ્યું હતું કે શાઈની તથા લવેશ કોરોના પછી જ લગ્ન કરવાનું વિચાર્યું હતું, પરંતુ કોરોના અંગે કંઈ જ કહી શકાય તેમ નથી. આથી જ બંનેએ માત્ર બે દિવસની અંદર લગ્નની તારીખ ફિક્સ કરી હતી. લગ્ન શાઈનીના ઘરમાં જ કરવામાં આવ્યા હતા.

મહેંદી તથા લગ્નની તસવીરો...

નવેમ્બર-ડિસેમ્બરમાં પાર્ટી
શાઈની તથા લવેશ આ વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં પાર્ટી આપવાનું વિચારી રહ્યાં છે. લગ્ન માત્ર બે જ દિવસમાં ફિક્સ થયા હોવાથી ન્યૂલી વેડિંગ કપલને ખરદી કરવાનો સમય જ મળ્યો નહોતો.

વિયેટનામમાં પ્રપોઝ કર્યું હતું
શાઈની તથા લવેશે કોઈ ફોર્મલ સગાઈ કરી નહોતી. એક વર્ષ પહેલાં લવેશે વિયેટનામમાં શાઈની દોશીને રિંગ પહેરાવીને પ્રપોઝ કર્યું હતું.

કોણ છે શાઈની દોશી?
15 સપ્ટેમ્બર, 1989માં અમદાવાદમાં જન્મેલી શાઈનીએ 2013માં સંજય લીલા ભણસાલીની ટીવી સિરિયલ 'સરસ્વતીચંદ્ર'થી એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. ત્યારબાદ તેણે વિવિધ સિરિયલ જેવી કે 'સરોજિની', 'જમાઈ રાજા', 'હમારી બહુ રજનીકાંત', 'શ્રીમદ ભાગવત મહાપુરાણ' સામેલ છે. લવેશ ખૈરાની ડિજિટલ ક્રિએટર છે.