તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદની અપીલ:'નામકરણ' ફૅમ એક્ટ્રેસની કિડની માત્ર 2% કાર્યરત, ઘર ચલાવવા ને સારવાર માટે આર્થિક મદદ માગી

મુંબઈ14 દિવસ પહેલા
  • અનાયા સોની હાલમાં મુંબઈની હોસ્પિટલમાં દાખલ
  • છ વર્ષ પહેલાં પિતાએ કિડની આપી હતી

ટીવી સિરિયલ 'નામકરણ'માં કામ કરીને લોકપ્રિય થનાર ટીવી એક્ટ્રેસ અનાયા સોની ખરાબ સ્વાસ્થ્ય તથા આર્થિક તંગી સામે ઝઝૂમી રહી છે. અનાયાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. અનાયાએ હોસ્પિટલમાં એડમિટ થયા બાદ એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં અનાયાએ કહ્યું હતું કે તેને ટ્રાન્સપ્લાન્ટ કરાયેલી કિડની પણ કામ કરતી નથી. તેને નવી કિડનીની જરૂર છે અને પરિવાર પાસે રોજબરોજના ખર્ચા કરવાના પણ પૈસા વધ્યા નથી.

છ વર્ષ પહેલાં પિતાએ કિડની ડોનેટ કરી હતી
વીડિયોમાં અનાયાએ કહ્યું હતું, 'હું વર્ષ 2015થી એક કિડની પર જીવું છું. મારી બંને કિડનીઓ છ વર્ષ પહેલાં ખરાબ થઈ ગઈ હતી. તે સમયે મારા પિતાએ મને કિડની આપી હતી. અચાનક જ મારી ડોનેટેડ કિડનીએ વ્યસ્થિત રીતે કામ કરવાનું બંધ કરી દીધું. મને ફ્રેશ કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. મેં સપનામાં પણ આવી સ્થિતિ અંગે વિચાર્યું નહોતું. તે સમયે હું 'નામકરણ' તથા 'ક્રાઇમ પેટ્રોલ' જેવા શોમાં કામ કરતી હતી.'

આર્થિક સ્થિતિ અંગે વાત કરી
અનાયાએ વીડિયોમાં પોતાની આર્થિક સ્થિતિ અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેની માતા ગાર્મેન્ટનો બિઝનેસ કરતી હતી અને ભાઈ પણ સારું કામ કરતો હતો. જોકે, એકવાર ઘરમાં આગ લાગતા તમામ કપડાં તથા મશીન સળગી ગયા હતા. બધું જ પૂરું થઈ ગયું. હવે ઘર ચલાવવું પણ મુશ્કેલ છે. અનાયાએ સો.મીડિયામાં લોકોને મદદ કરવા માટે અપીલ કરી છે. આટલું જ નહીં તેણે પોતાની બેંક અકાઉન્ટ ડિટેલ્સ પણ શૅર કરી છે.

માત્ર 2% ચાલે છે કિડની
અનાયા હાલમાં મુંબઈની હોલી સ્પિરિટ હોસ્પિટલમાં એડમિટ છે. તેની કિડની માત્ર 2% જેટલી જ કાર્યરત છે. જ્યારે અનાયાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી ત્યારે તેનું ક્રિએટિનિન 9 જેટલું હતું. હાલમાં આ ઓછું થાય તેના માટે દવા ચાલું છે. ડાયલિસિસ હજી સુધી શરૂ થયું નથી. તેને કિડની ડોનરની પણ તલાશ છે. અનાયાએ 'ક્રાઇમ પેટ્રોલ', 'અદાલત', 'ઇશ્ક મેં મરજાવાં' જેવા ટીવી શોમાં કામ કર્યું હતું. હાલમાં તે તેલુગુ શો 'રૂદ્રમા દેવી'માં કામ કરતી હતી.

અન્ય સમાચારો પણ છે...