તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાહકનો ગુસ્સો:ટીવી સિરિયલ 'ઈશ્ક પર જોર નહીં' ફૅમ શગુન શર્માને રેપની ધમકી મળી, ફેનને ઓનસ્ક્રીન પાત્ર પસંદ ના આવ્યું

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુથ બેઝ્ડ રોમેન્ટિક શો 'ઈશ્ક પર જોર નહીં'માં સોનુનું પાત્ર ભજવનાર શગુન શર્માને પોતાના ઓનસ્ક્રીન રોલ માટે ચાહકોનો નેગેટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. શોના ચાહકો શગુનની સો.મીડિયા પોસ્ટ પર નેગેટિવ કમેન્ટ્સ કરે છે. અંતે શગુને ચાહકોને જવાબ આપ્યો છે. એક ચાહકે શગુનને રેપની ધમકી આપી દીધી હતી.

શગુને કહ્યું, હું બહુ જ અનકમ્ફર્ટેબલ છું
શગુને પોતાની પોસ્ટમાં કહ્યું હતું, આ મને બહુ જ અસહજ પરિસ્થિતિમાં મૂકે છે, જ્યારે કોઈ મને મારા શોમાં મારી ભૂમિકા અંગે ટીકા કરે છે. જો તમામ કાર્ડ એક જ વારમાં ખોલી દેવામાં આવે તો તમે વાર્તાને આગળ વધવાની અપેક્ષા કેવી રીતે રાખી શકો છો??

એક ઈન્ટરવ્યૂમાં શગુને કહ્યું હતું, હું હંમેશાં ટીકાને પોઝિટિવ રીતે લઉં છું. હું ચાહકોની ભાવના તથા કોઈ પણ પાત્ર સાથે તેમનું એટેચમેન્ટ સારી રીતે સમજું છું. હું આ તમામ બાબતોને ઈગ્નોર પણ કરું છું. જોકે, આજે જ્યારે મેં મારા પરિવાર અંગેની કમેન્ટ્સ વાંચી તો મને ઘણો જ ગુસ્સો આવ્યો. એકે મને એવું કહ્યું કે મારે આત્મહત્યા કરી લેવી જોઈએ અને અન્યે એક બળાત્કારની ધમકી આપી. મને લાગ્યું કે આ અસંવેદનશીલતા સામે મારે બોલવું જોઈએ. હું સો.મીડિયામાં પોસ્ટ કરવા અંગે અવઢવમાં હતી, કારણ કે મને શંકા હતી કે ચાહકો આ વાત સમજશે કે નહીં. જોકે, અનેક ચાહકોએ મારી વાત સમજી અને મને સપોર્ટ કર્યો.

યુથમાં આ શો લોકપ્રિય
આ શો હાલમાં ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી તથા અનેક ટ્વિસ્ટને કારણે ટ્રેન્ડમાં છે. ચાહકોને અહાન તથા ઈશ્કીની રોમેન્ટિક કેમિસ્ટ્રી ગમી છે. તેમની વચ્ચે પ્રેમ-નફરતનો સંબંધ તથા તેમની મજાક દર્શકોને ગમે છે. આ શોને ગુલ ખાન તથા દીપ્તિ કલવાણીએ પ્રોડ્યૂસ કર્યો છે. શોમાં પરમ સિંહ, અક્ષિતા, શગુન શર્મા, રજત વર્મા તથા લક્ષ્ય હાંડા જેવા કલાકારો છે.

અન્ય સમાચારો પણ છે...