તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ઈમલી'નો સંઘર્ષ:17 વર્ષીય સુમ્બુલ તૌકીર ખાને મુંબઈમાં વડાપાઉં ખાઈને દિવસો પસાર કર્યા હતા

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છ વર્ષની ઉંમરમાં સુમ્બુલના પેરેન્ટ્સના ડિવોર્સ થયા હતા
  • પિતા કોરિયોગ્રાફર તો નાની બહેન એક્ટ્રેસ છે

ટીવી સિરિયલ 'ઈમલી' દર્શકોની મનપસંદ સિરિયલ છે. આ સિરિયલમાં આદિત્ય તથા ઈમલીની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. ઈમલીનું પાત્ર ભજવતી સુમ્બુલ તૌકીર ખાન માત્ર 17 વર્ષની છે. કોરોનાકાળમાં સિરિયલમાં લીડ રોલ ભજવવો સુમ્બુલ માટે ઘણું જ તણાવપૂર્ણ છે. સુમ્બુલે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં પોતાના સંઘર્ષના દિવસોની વાત કરી હતી.

સેટ પર તમામે વેક્સિન લીધી છે
સુમ્બુલે કહ્યું હતું કે તે નવેમ્બરમાં 18 વર્ષની થશે. તે જન્મદિવસની આતુરતાથી રાહ જુએ છે. તે આ દિવસે કોવિડ 19ની વેક્સિન લેશે. સેટ પર મોટાભાગના લોકોએ વેક્સિન લઈ લીધી છે. જોકે, તેણે લીધી નથી. આ જ કારણોથી તે સેટ પર બહુ જ ધ્યાન રાખે છે. તેને કોરોનાના નવા વેરિયન્ટથી ઘણો જ ડર લાગે છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને કારણે તે ઘણી જ ડરેલી છે.

પિતાને ઘણાં જ યાદ કર્યા
કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ જ કારણે મેકર્સે મહારાષ્ટ્ર બહાર શૂટિંગ કર્યું હતું. 'ઈમલી'ના મેકર્સ હૈદરાબાદમાં શૂટિંગ કર્યું હતું. સુમ્બુલે કહ્યું હતું કે જ્યારે તે ઘરથી દૂર હતી ત્યારે તેને પરિવારની ઘણી જ યાદ આવતી હતી. તેણે પિતાને ઘણાં જ મિસ કર્યા હતા. તે પિતાની ઘણી જ નિકટ છે.

છ વર્ષની ઉંમરમાં પેરેન્ટ્સના ડિવોર્સ
સુમ્બુલ છ વર્ષની હતી ત્યારે તેના પેરેન્ટ્સના ડિવોર્સ થઈ ગયા હતા. આ સમયે તેઓ દિલ્હીમાં હતા. તે જ્યાં સુધી દિલ્હીમાં રહી ત્યાં સુધી માતાની ઘણી જ નિકટ હતી. જોકે, તે પિતા પાસે રહેતી હતી. પિતા જ તેને સ્કૂલ માટે તૈયાર કરતા અને નાસ્તો બનાવતા હતા. તે સ્કૂલે જાય પછી જ તેના પિતા કામ પર જતા હતા. જોકે, 2016માં તેઓ દિલ્હીથી મુંબઈ આવી ગયા અને પછી તે માતાના સંપર્કમાં રહી નથી.

મુંબઈમાં વડાપાઉં ખાઈને દિવસો પસાર કર્યા હતા
સુમ્બુલે કહ્યું હતું, 'અત્યારે અમે મુંબઈમાં ભાડાના ઘરમાં રહીએ છીએ. હું પિતા માટે ઘરનું ઘર ખરીદવા માગું છું. મને યાદ છે કે મુંબઈ આવતા પહેલાં અમે દિલ્હીની તમામ વસ્તુઓ વેચી નાખી હતી. મુંબઈમાં અમારે વધુ દિવસો સંઘર્ષ કરવો પડ્યો નથી, પરંતુ જેટલો પણ સંઘર્ષ કર્યો તે ઘણો જ મુશ્કેલ હતો. એક સમય એવો પણ હતો કે આખો દિવસ જમવા માટે માત્ર એક વડાપાઉં જ મળતું. જોકે, મેં આ અંગે ક્યારેય પિતાને ફરિયાદ કરી નહોતી. ખરી રીતે તો વડાપાઉંએ અનેકનો જીવ બચાવ્યો છે. મુંબઈમાં સંઘર્ષ કરતાં અનેક લોકો પાસે પૈસા ઓછા હોય છે ત્યારે તેઓ વડાપાઉં ખાઈને દિવસો પસાર કરતા હોય છે. તે દિવસથી લઈને આજ સુધી, હું જ્યારે પણ બેંકમાં ચેક જમા કરાવવા જાઉં છું તો ભગવાનનો આભાર માનું છે.'

પિતાના બીજા લગ્ન કરવા માગે છે
સુમ્બુલે કહ્યું હતું કે તે પિતા માટે યોગ્ય લાઇફપાર્ટનર શોધે છે. તેના પિતાએ બીજા લગ્ન ના કર્યા, કારણ કે તેમને ડર હતો કે સાવકી માતા તેમની સાથે કેવું વર્તન કરશે. તેણે એકવાર પિતા માટે જીવનસાથી શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અનુભવ સારો રહ્યો નહોતો. જોકે, તેણે હાર માની નથી. તે ઈચ્છે છે કે પિતા બીજા લગ્ન કરે.

પિતા ડાન્સ કોરિયાગ્રાફર તો બહેન પણ એક્ટ્રેસ
સુમ્બુલના પિતા તૌકીર ખાન કોરિયોગ્રાફર છે. તેમણે અનેક ડાન્સ રિયાલિટી શોમાં કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું છે. દિલ્હીમાં સુમ્બુલ પોતાની નાની બહેન સાનિયા સાથે અનેક નાટકોમાં કામ કરતી હતી. બંને બહેનોએ 2013માં 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ માસ્ટર 3'માં ભાગ લીધો હતો.

2011થી ટીવી કરિયરની શરૂઆત કરી
સુમ્બુલે 2011માં ટીવી સિરિયલ 'ચંદ્રગુપ્ત મૌર્ય'થી કરિયરની શરૂઆત કરી હતી. આ સિરિયલમાં તેણે શુભાદાનો રોલ પ્લે કર્યો હતો. તેણે ટીવી સિરિયલ 'ઈશારો ઈશારો'માં પણ કામ કર્યું હતું. તેણે ફિલ્મ 'આર્ટિકલ 15'માં આયુષ્માન ખુરાના સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તે સ્કૂલની વિદ્યાર્થિનીના રોલમાં હતી. સુમ્બુલ ક્રિએટિવ તથા પેરલલ સિનેમામાં કામ કરવું છે.