તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોખો અંદાજ:બ્લેક બિકીની પહેરીને 'અનુપમા' ફૅમ રૂપાલી ગાંગુલી પૂલમાં ઉતરી, તસવીર વાઇરલ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપાલી ગાંગુલી પરિવાર સાથે લોનાવાલામાં વેકેશન એન્જોય કરી રહી છે.

ટીવી સિરિયલ 'અનુપમા'માં લીડ રોલ પ્લે કરતી રૂપાલી ગાંગુલી સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. હાલમાં જ રૂપાલી પતિ તથા દીકરા સાથે લોનાવાલામાં વેકેશન એન્જોય કરી રહી છે. રૂપાલીએ વેકેશનની તસવીર શૅર કરી છે, જેમાં એક તસવીરમાં તે બ્લેક બિકીનીમાં પૂલમાં જોવા મળે છે.

સ્વિમિંગ પૂલમાં દીકરા સાથે જોવા મળી
રૂપાલીએ શૅર કરેલી તસવીરમાં તે દીકરા રુદ્રાંશ સાથે સ્વિમિંગ પૂલમાં છે. તેણે બ્લેક રંગની બિકીની પહેરી છે. તસવીર શૅર કરીને કહ્યું હતું, 'માર સનશાઇનને જન્મદિવસની શુભેચ્છા. તારી માતા તરીકે મને પસંદ કરવા માટે આભાર.' અન્ય એક તસવીરમાં રૂપાલી દીકરા સાથે જોવા મળે છે.

વેકેશન દરમિયાન દીકરા સાથે રૂપાલી
વેકેશન દરમિયાન દીકરા સાથે રૂપાલી
પૂલમાં હોલ્ટર નેક બિકીનીમાં રૂપાલી
પૂલમાં હોલ્ટર નેક બિકીનીમાં રૂપાલી

તાજેતરમાં જ નવી કાર ખરીદી
થોડાં મહિના પહેલાં જ રૂપાલી ગાંગુલીએ નવી કાર ખરીદી હતી. રૂપાલીએ સો.મીડિયામાં તસવીર શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. રૂપાલી ગાંગુલીએ લાલ રંગની મહેન્દ્ર થાર ખરીદી છે. આ કારની કિંમત અંદાજે 14 લાખ રૂપિયા છે. કારની તસવીર શૅર કરીને રૂપાલીએ કહ્યું હતું, 'ભારતીય બનો, ભારતીય ખરીદો. ભારતીયને સપોર્ટ કરો.

રૂપાલીની સો.મીડિયા પોસ્ટ
રૂપાલીની સો.મીડિયા પોસ્ટ
પતિ ને દીકરા સાથે રૂપાલી
પતિ ને દીકરા સાથે રૂપાલી

એક એપિસોડના 70 હજાર રૂપિયા મળે છે
રૂપાલી ગાંગુલીએ સાત વર્ષ બાદ ટીવી સિરિયલ 'અનુપમા'થી કમબેક કર્યું છે. આ સિરિયલમાં તે લીડ રોલમાં છે. સૂત્રોના મતે, રૂપાલી મહિનામાં 25 દિવસ શૂટિંગ કરે છે. તેને એક દિવસના 70 હજાર રૂપિયા મળે છે. 25 દિવસ શૂટ કરવાના 17 લાખ 50 હજાર રૂપિયા મળે છે.

સિરિયલના કલાકારો સાથે રૂપાલી
સિરિયલના કલાકારો સાથે રૂપાલી