લૉકડાઉન ફન / એકતા કપૂરે દીકરાના લાંબા વાળની મજાક ઉડાવી, ફિલ્મ ‘તેરે નામ’ના રાધે સાથે તુલના કરી

X

દિવ્ય ભાસ્કર

May 15, 2020, 08:01 PM IST

મુંબઈ. લૉકડાઉન હોવાને કારણે હાલમાં એકતા કપૂર પોતાના દીકરા રવિ સાથે જ સમય પસાર કરે છે. હાલમાં જ એકતા કપૂરે દીકરાનો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં એકતાએ પોતાના દીકરાને ફિલ્મ ‘તેરે નામ’ના રાધે (આ રોલ સલમાન ખાને પ્લે કર્યો હતો) સાથે સરખાવ્યો હતો. 

શું છે વીડિયોમાં?
વીડિયોમાં એકતા કપૂર ફિલ્મ ‘તેરે નામ’નું ટાઈટલ સોંગ ગાય છે અને દીકરાને રાધે કહીને બોલાવે છે. રવિના વાળ બહુ લાંબા થઈ ગયા હોવાથી એકતા કપૂર દીકરાને રાધે કહે છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં પણ સલમાન ખાને વાળ લાંબા રાખ્યા હતાં. વીડિયોમાં એકતા કહે છે કે તેણે ઘણીવાર દીકરાના વાળ કાપવાનું વિચાર્યું પરંતુ કેટલાંક કારણોસર આમ થયું નહીં. આટલું જ નહીં એકતાએ કહ્યું હતું કે તેની એક ફ્રેન્ડે તો એમ પૂછ્યું કે તેની દીકરી કેમ છે? આ વીડિયો શૅર કરીને એકતાએ કેપ્શન આપ્યું હતું, લૉકડાઉનમા વાળ બહુ જ વધી ગયા...મમ્મી બહુ જ ખરાબ રીતે ગાય છે. 

ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની ફિલ્મ ‘તેરે નામ’ વર્ષ 2003માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને સતિશ કૌશિકે ડિરેક્ટ કરી હતી અને ફિલ્મમાં ભૂમિકા ચાવલા લીડ રોલમાં હતી. 

‘તેરે નામ’ના રાધેના રોલમાં સલમાન ખાન

સેલેબ્સે કમેન્ટ્સ કરી

એકતા કપૂરના આ વીડિયો પર સેલેબ્સે કમેન્ટ્સ પણ કરી હતી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે માય જાન. એક્ટર પર્લ પુરીએ રવિને ક્યૂટ ગણાવ્યો હતો. ફિલ્મમેકર હંસલ મહેતાએ કહ્યું હતું કે તેમને રવિમાં કંપની મળી ગઈ. વિકાસ ગુપ્તાએ કહ્યું હતું કે રવિએ જે પહેર્યું છે તે તેને પસંદ છે. 

અવાર-નવાર વીડિયો શૅર કરે છે
એકતા કપૂર દીકરા રવિ તથા ભાઈ તુષારના દીકરા લક્ષ્યની તસવીરો તથા વીડિયો અવાર-નવાર શૅર કરે છે. ઉલ્લેખનીય છે કે એકતા કપૂર પણ ભાઈ તુષારની જેમ સરોગસીની મદદથી ગયા વર્ષે દીકરાની માતા બની હતી. એકતાએ ગયા વર્ષે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેના દીકરા રવિનો જન્મ 27 જાન્યુઆરીએ થયો હતો. આ વર્ષે એકતાએ દીકરો એક વર્ષનો થયો તેની ખુશીમાં બર્થડે પાર્ટી પણ આપી હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી