વાઇરલ વીડિયો:ટીવી હોસ્ટ મનીષ પૉલ પહેલી વાર દીકરી સાથે જોવા મળ્યો, ચાહકો બોલ્યા- બિલકુલ પપ્પા પર ગઈ છે

મુંબઈએક મહિનો પહેલા

દેશભરમાં ગણેશોત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. 31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી હતી. આ દિવસે બોલિવૂડ તથા ટીવી સેલેબ્સે પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું હતું. ટીવી હોસ્ટ તથા એક્ટર મનીષ પૉલે પણ પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરી હતી.

દીકરી સાથે જોવા મળ્યો
મનીષ પૉલે બાપ્પાનું વિસર્જન કર્યું તેની તસવીરો તથા વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયા છે. મનીષ પૉલ પોતાની દીકરી સાયશા સાથે જોવા મળ્યો હતો. મનીષ દીકરીનો હાથ પકડીને ચાલતો હતો. બંનેએ મેચિંગ કર્યું હતું. મનીષ પોતાની પર્સનલ લાઇફ પ્રાઇવેટ રાખવામાં માને છે. મનીષ ભાગ્યે જ પરિવાર સાથે પબ્લિકમાં જોવા મળે છે.

ચાહકોને નવાઈ લાગી
સો.મીડિયામાં મનીષ પૉલને દીકરી સાથે જોતાં જ ચાહકોને નવાઈ લાગી હતી. અનેક યુઝર્સને સાયશાની સાદગી ગમી ગઈ હતી. ઘણાને એ વાતથી આંચકો લાગ્યો હતો કે મનીષ પૉલને આટલી મોટી દીકરી છે. એક યુઝરે કહ્યું હતું, 'મને લાગ્યું કે નાની બહેન છે.' બીજાએ કહ્યું હતું, 'વાહ સુંદર. મનીષને દીકરી પણ છે અને તે પણ આટલી મોટી.' અન્ય એકે કમેન્ટ કરી હતી કે મનીષના નાનપણમાં લગ્ન થઈ ગયા હતા કે? ત્રીજાએ એમ કહ્યું હતું કે આને દીકરી પણ છે અને તે આટલી મોટી થઈ ગઈ, ખબર જ ના પડી.

નાનપણની મિત્ર સાથે લગ્ન
મનીષ પૉલે સ્કૂલ ફ્રેન્ડ સંયુક્તા સાથે 29 જાન્યુઆરી, 2007ના રોજ લગ્ન કર્યા હતા. મનીષ તથા સંયુક્તાએ 2011માં દીકરી સાયશા તથા 2016માં દીકરા યુવાનનું સ્વાગત કર્યું હતું. મનીષ પત્ની ને સંતાનોને લાઇમલાઇટથી દૂર રાખે છે.

એક સમયે પૈસા નહોતા
મનીષે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 2008માં તે બેકાર હતો. તેની પાસે ઘરનું ભાડું આપવાના પૈસા નહોતા, પરંતુ સંયુક્તાએ બધું જ સારી રીતે સંભાળ્યું હતું. એક વર્ષ બાદ તેને એક ટીવી સિરિયલ મળી હતી અને પછી તેણે રિયાલિટી શો અને અવૉર્ડ નાઇટ્સ હોસ્ટ કરી હતી.

મનીષે પોતાની કરિયરની શરૂઆત રેડિયો જૉકી તરીકે કરી હતી. તેણે 'ઘોસ્ટ બના દોસ્ત'થી ટીવી શોમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'રાધા કી બેટિયા કુછ કર દિખાયેંગી', 'જિંદાદિલ', 'ફિર કોઈ હૈ' જેવી સિરિયલમાં કામ કર્યું હતું. રિયાલિટી શો 'ઝલક દિખલાજા', 'સાયન્સ ઑફ સ્ટૂપિડ', 'ડાન્સ ઇન્ડિયા', 'ડાન્સ લિટલ માસ્ટર્સ', 'નચ બલિયે 9' જેવા શો હોસ્ટ કર્યા હતા. મનીષ હાલમાં જ ફિલ્મ 'જુગ જુગ જિયો'માં વરુણ ધવન તથા કિઆરા અડવાણી સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...