15 વર્ષીય રુહાનિકાએ ગૃહ પ્રવેશની પૂજા કરી:આલીશાન ઘરની તસવીરો શૅર કરી, સો.મીડિયા યુઝર્સે પેરેન્ટ્સ પર બાળ મજૂરીનો આક્ષેપ કર્યો

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીવી સિરિયલ 'યે હૈ મહોબ્બતેં', 'શ્રીમતી કૌશિક કી 5 બહુએ' જેવા ટીવી શોમાં કામ કરનાર ચાઇલ્ડ એક્ટ્રેસ રુહાનિક ધવને 15 વર્ષની ઉંમરમાં ઘર ખરીદ્યું છે. વર્ષોથી પૈસા ભેગા કર્યા બાદ આર્ટિસ્ટે પોતાના પેરેન્ટ્સને આ ઘર ગિફ્ટ કર્યું છે. 10 જાન્યુઆરીએ રુહાનિકાએ સો.મીડિયામાં ગૃહ પ્રવેશની તસવીરો શૅર કરી હતી. રુહાનિકાએ પરિવાર સાથે નવા ઘરની પૂજા કરી હતી.

રુહાનિકાએ પોસ્ટ શૅર કરી
ગૃહ પ્રવેશની તસવીર શૅર કરીને રુહાનિકાએ કહ્યું હતું, 'મારા માટે, મારા સપનાઓ મારે, મારી આજ માટે, મારા ભવિષ્ય માટે, મારા દરેક સારા ને મુશ્કેલ સમયમમાં ભગવાનનો આભાર માનું છું. હું હંમેશાં ભગવાન, ગુરુ, માતા-પિતા તથા પૃથ્વીની આગળ માથું નમાવું છું.'

સો.મીડિયા યુઝર્સે બાળ મજૂરીનો આક્ષેપ કર્યો હતો
રુહાનિકાએ નાની ઉંમરમાં ઘર ખરીદતા ઘણાં ચાહકોએ વખાણ કર્યા હતા તો કેટલાંકે એક્ટ્રેસના પેરેન્ટ્સ પર બાળ મજૂરીનો આક્ષેપ કર્યો હતો. જોકે, એક ઇન્ટરવ્યૂમાં રુહાનિકાએ કહ્યું હતું કે તે આને બાળ મજૂરી કહેશે નહીં, કારણ કે તેણે છેલ્લાં ચાર-પાંચ વર્ષથી કોઈ નવા પ્રોજેક્ટ્સ લીધા નથી. તેને વીડિયો બનાવવા ગમે છે અને તે આ બધું કામ પોતાની ઈચ્છાથી કરે છે. તેના પર કામનું કોઈ પ્રેશર નથી.

રુહાનિકા માટે યોગ્ય નાણાકીય આયોજન કર્યું
રુહાનિકાની માતા ડૉલીએ કહ્યું હતું કે તેને નથી લાગતું કે રુહાનિકાની પ્રગતિની કોઈએ ઈર્ષ્યા કરવી જોઈએ. આ બધું રાતોરાત થયું નથી, આ માટે વર્ષો થયા છે. તેની માતા હોવાને કારણે તેણે દીકરી માટે યોગ્ય ફાઇનાન્સિયલ પ્લાન બનાવ્યો. તેણે પૈસાનું રોકાણ કર્યું અને સારું વળતર મળ્યું.

રુહાનિકાએ ગૃહ પ્રવેશની તસવીરો શૅર કરી
રુહાનિકાએ સો.મીડિયામાં ગૃહ પ્રવેશની તસવીરો શૅર કરી હતી. તે યલો આઉટફિટમાં જોવા મળી હતી. ચાહકોએ રુહાનિકાને નવા ઘરની શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...