તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'યે રિશ્તા...'ની એક્ટ્રેસનું અવસાન:ટીવી સેલેબ્સે 34 વર્ષીય દિવ્યા ભટનાગરને શ્રદ્ધાંજલિ પાઠવી, કહ્યું- 'બહુ જલદી જતી રહી'

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

34 વર્ષીય ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાને કારણે સાત ડિસેમ્બરે વહેલી સવારે મોત થયું હતું. દિવ્યાના અવસાનથી ટીવી સેલેબ્સે શોક વ્યક્ત કર્યો હતો. સેલેબ્સે સોશિયલ મીડિયામાં દિવ્યા સાથેની યાદો શૅર કરીને પરિવારને સાંત્વના પાઠવી હતી. દિવ્યાને 26 નવેમ્બરના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. દિવ્યાને ન્યૂમોનિયા અને કોવિડ 19 હતો. ગોપીબહુ તરીકે લોકપ્રિય થનાર ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જીએ સોશિયલ મીડિયામાં લાંબી પોસ્ટ શૅર કરીને દિવ્યાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

દેવોલિના ભટ્ટાચાર્જી
દેવોલિનાએ સોશિયલ મીડિયામાં દિવ્યા સાથેની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'જ્યારે કોઈ સાથે ના હોય ત્યારે બસ તું જ હંમેશાં સાથે રહેતી. દિવુ તું તો મારી પોતાની હતી, જેને હું ધમકાવી શકતી, નારાજ થઈ શકતી, મનની વાત કહી શકતી...મને ખ્યાલ છે કે તારા માટે જીવન બહુ જ મુશ્કેલ બની ગયું હતું. અસહનીય દર્દ....પરંતુ આજે મને ખ્યાલ છે કે તું કોઈ સારીએ જગ્યાએ હોઈશ. જ્યાં કોઈ જ આંસુ, નિરાશા, વિશ્વાસઘાત, ખોટી વાતો નહીં હોય. દિવુ તારી બહુ જ યાદ આવશે, તને ખબર હતી કે હું તને કેટલો પ્રેમ કરું છું અને તારી કેટલી સંભાળ લઉં છું. તું મોટી હતી પરંતુ એકદમ બાળક જેવી હતી. તારી આત્માને શાંતિ મળે. જ્યાં પણ હોય ત્યાં બસ ખુશ રહે. તારી હંમેશાં યાદ આવશે. બહુ જ બધો પ્રેમ. બહુ જલદી જતી રહી...ઓમ શાંતિ'

શિલ્પા શિરોડકર
શિલ્પા શિરોડકરે દિવ્યા સાથે સિરિયલ 'સિલસિલા પ્યાર કા'માં સાથે કામ કર્યું હતું. સોશિયલ મીડિયામાં શિલ્પાએ કહ્યું હતું, 'દિલ તૂટી ગયું. દિવ્યાની આત્માને શાંતિ મળે.'

અલિશા પંવાર
અલિશાએ કહ્યું હતું, 'હજી આઘાતમાં છું, આ વાત માની શકાય તેવી નથી. હું જેટલી વ્યક્તિઓને ઓળખતી તેમાંથી તું સૌથી સારી હતી. બહુ જ સારી વ્યક્તિ. તું બહુ જલદી જતી રહી. તારી આત્માને શાંતિ મળે.'

વિન્દ્યા તિવારી
વિન્દ્યા તિવારીએ કહ્યું હતું, 'હજી આ વાતનો વિશ્વાસ થતો નથી. મને હજી પણ યાદ છે તારી આ ફેવરિટ ટી શર્ટ. તે હસીને કહ્યું હતું કે બસ હવે કાલથી જીમ શરૂ. તારા હાથનું ભોજન..તારી સાથેની વાતો, તારો અવાજ...જીવન બહુ જ અનપેક્ષિત છે. હું હંમેશાં તને યાદ કરીશ.'

નિધિ ઉત્તમ
'યે રિશ્તા...'ની કો-સ્ટાર નિધિ ઉત્તમે કહ્યું હતું, 'ગુલ્લુ બહુ જ જલદી જતી રહી. આ વાત માનવી શક્ય નથી. હૃદય ભાંગી પડ્યું. તું જ્યાં પણ હોય તને શાંતિ મળે. દિવ્યા તને બહુ બધો પ્રેમ. હું તને બહુ જ યાદ કરીશ. શાનદાર એક્ટર, સુંદર વ્યક્તિ, હંમેશાં પોતાના હાસ્યથી બધાને હસાવતી, પોઝિટિવ. ક્યારેય વિચાર્યું નહોતું કે તારા માટે આ રીતની પોસ્ટ લખવી પડશે. આપણે રિશ્તામાં નંદિની અને ગુલાબોની સફર શરૂ કરી હતી...ભગવાનને હંમેશાં સારા વ્યક્તિની જરૂર હોય છે. મારી મિત્રની આત્માને શાંતિ મળે.'

દેબિના બેનર્જી
દેબિનાએ કહ્યું હતું, 'દિવ્યા વિશ્વાસ નથી થતો કે તું હવે નથી. તું જ્યાં પણ હોય તારી આત્માને શાંતિ મળે. ઓમ નમઃ શિવાય.'

નેહા નારંગ
નેહા નારંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હૃદય તૂટી ગયું. ઓમ શાંતિ' આ પોસ્ટ પર રિદ્ધિમા તિવારીએ કહ્યું હતું, 'આપણાં મનમાં હંમેશાં દિવ્યા રહેશે. તેનો અવાજ, તેની સ્માઈલ અને તેની મસ્તી.'

સંદિપ સિંકદ
ટીવી પ્રોડ્યૂસર સંદિપે કહ્યું હતું, 'પ્રીતો' તથા એક ટેલિફિલ્મમાં તારી સાથે કામ કર્યું હતું. તું હંમેશાં જીવનને માણતી હતી. મને વિશ્વાસ છે કે તું સ્વર્ગમાં હોઈશ. બહુ જ જલદી જતી રહી. તારી આત્મને શાંતિ મળે.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો