વાઇરલ વીડિયો:ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે નેશનલ ટીવી પર BFને પ્રપોઝ કર્યું, કરન કુંદ્રાએ કિસ કરી

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરન તથા તેજસ્વીને 'બિગ બોસ'ના ઘરમાં એકબીજા પ્રત્યે પ્રેમ થયો હતો

ટીવી સિરિયલ 'નાગિન' ફૅમ તેજસ્વી પ્રકાશ હાલમાં જ રિયાલિટી શો 'ડાન્સ દિવાને જુનિયર'માં જોવા મળી હતી. આ સમયે તેજસ્વીએ કરનને ઘૂંટણીયે બેસીને ગુલાબ સાથે પ્રપોઝ કર્યું હતું.

રોમેન્ટિક ગીત સાથે એન્ટ્રી
'એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'ના ગીત 'તુ આતા હૈ સીને મેં, જબ જબ સાંસે ભરતી હૂં...' સાથે તેજસ્વીની સ્ટેજ પર એન્ટ્રી થાય છે. તેજસ્વીને જોતાં જ કરનના ચહેરા પર લાલીમા છવાઈ જાય છે.

ગુલાબના ફૂલ સાથે પ્રપોઝ કર્યું
તેજસ્વીને આ અંદાજમાં જોતાં જ કરન એકદમ ખુશ થઈ જાય છે અને તે સ્ટેજ પર આવે છે. બંને ડાન્સ કરતાં હોય છે અને પછી અચાનક જ તેજસ્વી ગુલાબના ફૂલ સાથે ઘૂંટણ પર બેસીને કરનને પ્રપોઝ કરે છે. ત્યારબાદ કરન લેડીલવ તેજસ્વીને કિસ કરે છે.

કરને પ્રેમિકાના વખાણ કર્યાં
કરને શોમાં કહ્યું હતું, 'જ્યારથી તેજસ્વી મારા જીવનમાં આવી છે, ત્યારથી મારું જીવન બદલાઈ ગયું છે. અમે બંને એકબીજાના પૂરક છીએ.'

'બિગ બોસ'ના ઘરમાં પ્રેમ થયો
તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રા 'બિગ બોસ 15'ના ઘરમાં એકબીજાને મળ્યા હતા. તેજસ્વી આ શોની વિનર બની હતી. ઘરમાં જ કરન તથા તેજસ્વીએ એકબીજાના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. બંને લગ્ન પણ કરવાના હોવાની ચર્ચા છે. કરન પોતાની પ્રેમિકા તેજસ્વી અંગે ઘણો જ પ્રોટેક્ટિવ છે.