વાઇરલ વીડિયો:ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ એક ભૂલને કારણે શરમથી પાણી પાણી, વારંવાર BFની માફી માગી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રા શોપિંગ પર ગયા હતા

ટીવી એક્ટર કરન કુંદ્રા તથા એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ એકબીજાને ડેટ કરે છે. બંને અવાર-નવાર ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરતાં જોવા મળે છે. તેઓ ક્યારેક ડિનર ડેટ પર જતાં હોય છે તો ક્યારેક શોપિંગ માટે જતાં હોય છે. હાલમાં આ બંનેનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં તેજસ્વી વારંવાર સોરી કહેતી જોવા મળે છે.

બંનેની જોડી કમાલની લાગી
વાઇરલ વીડિયોમાં તેજસ્વી બ્લૂ રંગના પ્રિન્ટેડ આઉટફિટમાં જોવા મળે છે. કરન કુંદ્રા બ્લૂ શર્ટ તથા જીન્સમાં હતો. જોકે, ફોટોગ્રાફર્સને પોઝ આપતી વખતે તેજસ્વીથી એક ભૂલ થઈ જાય છે અને પછી તે વારંવાર કરન કુંદ્રાની માફી માગે છે.

શું કર્યું તેજસ્વીએ?
તેજસ્વી પ્રકાશ ફોટોગ્રાફર્સ સાથે વાતચીતમાં એ હદે મશગૂલ થઈ જાય છે કે તેને ધ્યાન જ ના રહ્યું કે કારનો દરવાજો ઝાડ સાથે અથડાઈ જાય છે. આ જોઈને તરત જ તેજસ્વી દરવાજો બંધ કરી દે છે. કરન આ જોઈ લે છે. પછી એક્ટ્રેસ વારંવાર કરનને 'આઇ એમ સોરી' બોલતી જોવા મળી હતી.

કરને કહ્યું, કારને કંઈ નથી થયું
તેજસ્વીને આ રીતે વારંવાર સોરી બોલતા જોઈને કરને ધરપત આપી હતી કે કારને કંઈ જ થયું નથી. ફોટોગ્રાફર્સે પણ તેજસ્વીને કહ્યું હતું કે કારના દરવાજાને સ્ક્રેચ પડ્યા નથી.

'બિગ બોસ'ના ઘરમાં પ્રેમ થયો
તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રા 'બિગ બોસ 15'ના ઘરમાં એકબીજાને મળ્યા હતા. તેજસ્વી આ શોની વિનર બની હતી. ઘરમાં જ કરન તથા તેજસ્વીએ એકબીજાના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. બંને લગ્ન પણ કરવાના હોવાની ચર્ચા છે. કરન પોતાની પ્રેમિકા તેજસ્વી અંગે ઘણો જ પ્રોટેક્ટિવ છે.