ટીવી તથા બોલિવૂડ સેલેબ્સ જ્યાં પણ જાય ત્યાં ફોટોગ્રાફર્સ પહોંચી જતા હોય છે. ઘણીવાર ફોટોગ્રાફર્સ ખોટી ક્ષણે ફોટોગ્રાફની માગણી કરી દેતા હોય છે. તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ સુરભિ ચંદના સાથે પણ આવી જ કંઈક અજીબોગરીબ ઘટના બની હતી. સુરભિ ટીવી સેટ પર જોવા મળી હતી અને ફોટોગ્રાફરની ડિમાન્ડ સાંભળીને થોડીક ગુસ્સે થઈ ગઈ હતી.
સેટ પર સુરભિ જોવા મળી
ટીવી એક્ટ્રેસ સુરભિ લોકેશન પર જોવા મળી હતી. શૂટિંગમાંથી બ્રેક લઈને સુરભિ બાથરૂમ જવા માટે વેનિટી વેન તરફ ઝડપથી આવતી હતી. આ સમયે ફોટોગ્રાફર્સે સુરભિને પોઝ આપવાની ડિમાન્ડ કરી હતી.
ફોટોગ્રાફરની ડિમાન્ડથી અકળાઈ ગઈ
સુરભિ બાથરૂમ જવા માગતી હતી અને ફોટોગ્રાફર્સ પોઝ આપવા માટે દબાણ કરતા હતા. આથી જ સુરભિ થોડી અકળાઈ ગઈ હતી. આટલું જ નહીં તેણે ફોટોગ્રાફર્સને ટચલી આંગળીની સાઇન બતાવીને કહ્યું હતું કે તેને બાથરૂમ જવું છે. બાથરૂમ ગયા બાદ તે પોઝ આપે છે. આટલું કહ્યું હોવા છતાં ફોટોગ્રાફર્સ એક્ટ્રેસને કહેતા હતા કે તે પરત આવીને પોઝ આપશે તો ખરાં ને?
કોણ છે સુરભિ?
પંજાબી પરિવારમાં જન્મેલી સુરભિ મુંબઈમાં પવઈમાં પેરેન્ટ્સ સાથે રહે છે. તેની મોટી બહેન પણ છે. સુરભિએ MBA કર્યું છે અને પછી તે અર્થવ ગ્રુપમાં કામ કરતી હતી. સુરભિએ વિવિધ ઈવેન્ટ્સ ઓર્ગેનાઈઝ કરી હતી અને કેમેરાની પાછળ રહીને કામ કર્યું હતું.
આમ થઈ ટીવી કરિયરની શરૂઆતઃ
શરૂઆતમાં સુરભિએ કેટલીક જાહેરાતોમાં કામ કર્યું હતું. તેણે 'કુબૂલ હૈં'માં હયાનું પાત્ર ભજવ્યું હતું. આ રોલ ચાહકોમાં ઘણો જ લોકપ્રિય થયો હતો. ત્યારબાદ ફિલ્મ 'બોબી જાસૂસ'માં આમના ખાનનું પાત્ર ભજવ્યું હતું. 'ઈશ્કબાઝ'માં પહેલી જ વાર સુરભિએ લિડ રોલ પ્લે કર્યો હતો. સુરભિ કોર્પોરેટ પ્રોફેશનલ કરન શર્માને ડેટ કરે છે. બંનેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટમાં એકબીજાની અનેક તસવીરો છે.
'તારક મહેતા..'માં પણ કામ કર્યું છે
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સુરભિ જેઠાલાલની સેક્રેટરીના રોલમાં જોવા મળી હતી. 'એક નનંદ કી ખુશિયો કી ચાબી...મેરી ભાભી', 'આહટ', 'દિલ બોલે ઓબેરોય'માં કામ કર્યું છે. હાલમાં તે 'હુનરબાઝ'ના બે એપિસોડમાં હોસ્ટ તરીકે જોવા મળી હતી. 'નાગિન 5'માં પણ તેણે કામ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.