ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ સુધા ચંદ્રનના 86 વર્ષીય પિતા કે ડી ચંદ્રનનું રવિવાર, 16 મેના રોજ અવસાન થયું હતું. તેમને હાર્ટ અટેક આવ્યો હતો. તેઓ મુંબઈની જુહૂમાં આવેલી ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે આજે (16 મે) સવારે 10 વાગે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.
છેલ્લાં કેટલાંક સમયથી તબિયત સારી નહોતી
સુધા ચંદ્રને કહ્યું હતું કે તેના પિતાની તબિયત છેલ્લાં થોડાં સમયથી ઠીક નહોતી. 12 મેના રોજ તેમને જુહૂની ક્રિટી કેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને ડિમેન્શિયા એટલે કે ભૂલવાની બીમારી હતી. હોસ્પિટલમાં તેમને હાર્ટ અટેક આવી ગયો હતો.
કે ડી ચંદ્રને આ ફિલ્મમાં કામ કર્યું હતું
કે ડી ચંદ્રને ફિલ્મ 'હમ હૈ રાહી પ્યાર કે', 'ચાઈના ગેટ', 'જુનૂન', 'મૈં માધુરી દીક્ષિત બનતા ચાહતી હૂ', 'જબ પ્યાર કિસી સે હોતા હૈ', 'તેરે મેરે સપને', 'હર દિલ જો પ્યાર કરેંગા', 'શરારત', 'કોઈ મિલ ગયા' સહિત ટીવી શોમાં પણ કામ કર્યું હતું.
આ ટીવી શોમાં સુધા ચંદ્રને કામ કર્યું છે
સુધા 90ના દાયકાથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. સુધાએ 'નાગિન' ઉપરાંત 'બહુરાનિયાં', 'હમારી બહૂ તુલસી', 'ચંદ્રકાંતા', 'જાને ભી દો પારો', 'કભી ઈધર કભી ઉધર', 'ચશ્મે બદ્દૂર', 'અંતરાલ', 'કૈસે કહૂ', 'કહીં કિસી રોજ', 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી', 'કસ્તૂરી', 'નાગિન', 'અદાલત' તથા 'શાસ્ત્રી સિસ્ટર' જેવા શોમાં કામ કર્યું છે.
ફિલ્મની વાત કરીએ સુધા 'નાચે મયૂરી' ઉપરાંત 'શોલા ઔર શબનમ', 'અંજામ', 'હમ આપકે દિલ મેં રહતે હૈં', 'શાદી કરકે ફંસ ગયા યાર', 'માલામાલ વીકલી' સાથે ઘણી સાઉથ ફિલ્મમાં કામ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.