સેલેબ લાઇફ:ટીવી એક્ટ્રેસ સંજીદા શેખ-આમિર અલીએ લગ્નજીવનના નવ વર્ષ બાદ ડિવોર્સ લીધા

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંજીદા તથા આમિરે 2012માં લગ્ન કર્યા હતા

લોકપ્રિય ટીવી કપલ આમિર અલી તથા સંજીદા શેખે 2012માં લગ્ન કર્યા હતા. હવે બંનેના ડિવોર્સ થઈ ગયા છે. બંનેએ ઓફિશિયલી આ અંગે કોઈ વાત કરી નથી. 2020થી બંનેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી અને બંને અલગ રહેતા હતા. આમિર-સંજીદા સરોગસીની મદદથી દીકરી આયરાના પેરેન્ટ્સ બન્યા હતા.

નવ મહિના પહેલાં ડિવોર્સ થયા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવ મહિના પહેલાં આમિર તથા સંજીદાએ ડિવોર્સ લઈ લીધા હતા. બંને પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. બંને ઘણાં જ પ્રાઇવેટ પર્સન છે અને તેથી જ તેઓ ડિવોર્સ અંગે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કરવા માગતા નથી. સંજીદા શેખે મીડિયામાં માત્ર એટલું જ કહ્યું હતું કે તેની દીકરી તેના પર ગર્વ કરે તેમ તે ઈચ્છે. અલીએ એમ કહ્યું હતું કે સંજીદાને જીવનમાં ખુશીઓ મળે તેવી પ્રાર્થના કરે છે. સંજીદાને બે વર્ષીય દીકરી આયરાની કસ્ટડી મળી છે.

'નચ બલિયે 3'ના વિનર હતા
સંજીદા તથા આમિર 2007માં 'નચ બલિયે 3'માં સાથે જોવા મળ્યા હતા. આ શોમાં તેઓ વિનર રહ્યા હતા. ફાઇનલમાં તેમણે કાશ્મીરા શાહ-કૃષ્ણા અભિષેક, રાખી સાવંત-અભિષેક અવસ્થીને હરાવ્યા હતા.

સંજીદા શેખ છેલ્લે હોરર ફિલ્મ 'કાલી ખુહી'માં અને આમિર 2020માં 'બ્લેક વિડોઝ'માં જોવા મળ્યો હતો. સંજીદા તથા આમિર મ્યૂઝિક વીડિયોમાં વધુ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે સંજીદાનો પરિવાર મૂળ અમદાવાદનો છે અને એક્ટ્રેસનો જન્મ કુવૈતમાં થયો છે. સંજીદાએ 'ક્યા હોગા નિમ્મો કા'થી ટીવી ડેબ્યૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...