ટીવી સ્ટાર નિયા શર્માએ ફરી એકવાર પોતાના કિલર લુકથી ઇન્ટરનેટને ગાંડું કર્યું છે. બિકીની તસવીરથી લઈ બેકલેસ વીડિયોથી નિયા શર્મા ચર્ચામાં આવી છે. નિયા શર્માએ આ વખતે તરખાટ મચાવતી તસવીરો સો.મીડિયામાં શૅર કરી છે.
બોલ્ડ ફોટોશૂટની તસવીરો
ગુરુવાર, 12 ઓગસ્ટના રોજ નિયા શર્માએ સો.મીડિયામાં લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શૅર કરી છે. આ તસવીરમાં નિયા પિંક બ્લેઝરમાં જોવા મળે છે. પીંક બ્લેઝરના બટન બંધ કરવામાં આવ્યા નથી. નિયા શર્માએ આ ફોટોશૂટમાં નિયાએ માત્ર બ્લેઝર સાથે રિપ્ડ જીન્સ પહેર્યું છે.
નિયાએ પિંક આઇ મેકઅપ કર્યો છે. આ સાથે જ ન્યૂડ લિપ કલર તથા ઓપન હેરથી લુક કમ્પ્લિટ કર્યો છે. નિયાએ સિલ્વર જ્વેલરી પહેરી છે.
આ પહેલાં નિયાએ સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તે પોતાની ફ્રેન્ડ તથા ટીવી એક્ટ્રેસ રેહના પંડિત સાથે જોવા મળે છે. આ વીડિયો ક્લિપમાં નિયાએ ક્રોપ ટોપ પહેર્યું છે અને તે બેકલેસ છે. આ વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે નિયા શર્માને ટ્રોલ કરીને કહ્યું હતું કે તેણે યોગ્ય કપડાં પહેર્યા નથી.
આ ટીવી શોમાં કામ કર્યું છે
યાએ 2010માં ટીવી શો ‘કાલી –એક અગ્નિપરીક્ષા’થી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. તે પછી ‘બહેને’(2011), ‘એક હજારો મેં મેરી બહના હે’(2013), ‘જમાઈ રાજા'(2014) જેવા ટીવી શોઝમાં જોવા મળી હતી. 2014માં 'જમાઈરાજા'માં રોશનીનું પાત્ર ભજવીને નિયા શર્મા લોકપ્રિય બની હતી. જોકે, 2016માં તેણે આ શો છોડી દીધો હતો. ડિસેમ્બર, 2016માં નિયા શર્માને એશિયાની સેક્સી મહિલાનો ખિતાબ પણ મળ્યો હતો. નિયા શર્મા ‘નાગિન’ સિરિયલમાં પણ જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.