તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઇરલ તસવીરો:ટીવી એક્ટ્રેસ નિયા શર્મા વ્હાઇટ બ્રાલેટમાં લાગી એકદમ સેક્સી, કામણગારી અદા પર ચાહકો દીવાના

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયા શર્મા હાલમાં જ 'બિગ બોસ OTT'માં જોવા મળી હતી.

'બિગ બોસ OTT'માંથી બહાર આવ્યા બાદ નિયા શર્માએ સો.મીડિયામાં સેન્સેશનલ તસવીરો શૅર કરી છે. નિયા પોતાના બોલ્ડ એન્ડ સેક્સી લુક્સ માટે જાણીતી છે. હાલમાં જ નિયાએ વ્હાઇટ આઉટફિટમાં તસવીરો શૅર કરી છે.

નિયાનું સોંગ રિલીઝ થશે
નિયાનું સોંગ 'દો ઘૂંટ' 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. આ ગીતના ટીઝરના ફોટો નિયાએ સો.મીડિયામાં શૅર કર્યા હતા. આ તસવીરોમાં નિયા વ્હાઇટ બ્રાલેટ તથા ધોતી સ્ટાઇલ સ્કર્ટમાં જોવા મળી હતી.

નિયાએ પિંક તથા ગોલ્ડન મેકઅપ કર્યો હતો. તેણે ગોલ્ડન બેલી ચેઈન પહેરી હતી અને મોડર્ન નોઝ રિંગથી લુક કમ્પ્લિટ કર્યો હતો. તેણે સો.મીડિયામાં ફોટો શૅર કરીને કહ્યું હતું, 'દો ઘૂંટ, કાલે રિલીઝ થશે.'

'બિગ બોસ OTT'માં સ્પેશિયલ ગેસ્ટ બનીને ગઈ હતી
નિયા પહેલી સપ્ટેમ્બરે શોમાં સ્પેશિયલ ગેસ્ટ બનીને ગઈ હતી. અહીંયા તે 24 કલાક રહી હતી અને બીજા જ દિવસે ઘરની બહાર આવી હતી. ઘરમાં તે ન્યૂ બોસ લેડી બનીને આવી હતી. તેણે બોસ લેડી બનીને ઘરના સભ્યો પાસે કોઇન્સ કલેક્ટ કરાવ્યા હતા અને જેની પાસે સૌથી વધુ કોઇન્સ ભેગા થયા હશે તે બોસ મેન તથા બોસ લેડી માટે નોમિનેટ થશે.

ઉલ્લેખનીય છે કે 'દો ઘૂંટ'ને શ્રુતિ રાણેએ ગાયું છે. ઓરિજિનલી આ ગીત લતા મંગેશકરે ગાયું છે.

તસવીરોમાં નિયા શર્માનો માદક અંદાજ...

આ ટીવી શોમાં કામ કર્યું છે
નિયાએ 2010માં ટીવી શો ‘કાલી –એક અગ્નિપરીક્ષા’થી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. તે પછી ‘બહેને’(2011), ‘એક હજારો મેં મેરી બહના હે’(2013), ‘જમાઈ રાજા'(2014) જેવા ટીવી શોઝમાં જોવા મળી હતી. 2014માં 'જમાઈરાજા'માં રોશનીનું પાત્ર ભજવીને નિયા શર્મા લોકપ્રિય બની હતી. જોકે, 2016માં તેણે આ શો છોડી દીધો હતો. ડિસેમ્બર, 2016માં નિયા શર્માને એશિયાની સેક્સી મહિલાનો ખિતાબ પણ મળ્યો હતો. નિયા શર્મા ‘નાગિન’ સિરિયલમાં પણ જોવા મળી હતી.