તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્લ વી પુરીના કેસ અંગે ઝઘડો:ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ અંતે 'ગોપીવહુ'ની માફી માગી, કહ્યું- મારી મમ્મી, ભાઈ તથા રવિએ મને પ્રેમથી સમજાવ્યું કે હું સાચી નહોતી

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયાએ કહ્યું, પર્સનલ થવાના ચક્કરમાં હું લાઈન ક્રોસ કરી ગઈ
  • દેવોલીનાએ કહ્યું, 'નિયા કોઈ વાત નહીં. મને પણ માફ કરી દેજે'

ટીવી એક્ટર પર્લ વી પુરી રેપના આરોપમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ કેસમાં અનેક સેલેબ્સે સો.મીડિયામાં પર્લનો સપોર્ટ કર્યો છે. જોકે, 'સાથ નિભાના સાથિયા'ની ગોપીવહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જી આ મુદ્દે ભડકી ગઈ હતી. તેણે પર્લને સપોર્ટ કરતાં સેલેબ્સને આડેહાથ લીધા હતા. આ પોસ્ટ જોઈને ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ જવાબ આપ્યો હતો અને પછી બંને વચ્ચે કેટ ફાઈટ શરૂ થઈ હતી. જોકે, હવે બંને એક્ટ્રેસે એકબીજાની માફી માગી છે.

નિયાએ દેવોલીનાની માફી માગી
નિયાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, મારી મમ્મી, ભાઈ તથા રવિએ મને પ્રેમથી સમજાવ્યું કે હું સાચી નહોતી. આ ત્રણેય મારા નિકટ છે અને તેઓ ખોટા હોઈ શકે નહીં, આથી દેવોલીના મને માફ કરી દેજે. પર્સનલ થવાના ચક્કરમાં મેં લાઈન ક્રોસ કરી દીધી હોય તે વાત શક્ય છે. આશા છે કે તું આ આખી ઘટનાને ભૂલી જઈશ.'

દેવોલીનાએ નિયાને માફ કરી
આ પોસ્ટ પર દેવોલીનાએ કમેન્ટ કરી હતી, 'નિયા કોઈ વાત નહીં. મને પણ માફ કરી દેજે જો મેં તને દુઃખ પહોંચાડ્યું હોય. જોકે, મારો એવો કોઈ ઈરાદો નહોતો. તારી મમ્મી, ભાઈ તથા રવિને મારો આદર. સલામત રહેજે અને પોતાનું ધ્યાન રાખજે.'

નિયાએ ફરી માફી માગી
નિયાએ પછી ફરી માફી માગતા કહ્યું હતું, 'હું આ વાતને અહીંયા જ પૂરી કરી છું, જ્યાંથી શરૂ થઈ હતી. ફરી એકવાર સોરી.' તો દેવોલીનાએ કહ્યું હતું, 'લાગે છે કે આવું ક્યારેય કંઈ બન્યું જ નહોતું. મેં પહેલાં જ કહ્યું હતું કે મોટા મોટા શહેરોમાં નાની નાની લડાઈ તો થાય છે. મારી પણ માફી સ્વીકાર કર.'

શા માટે નિયા-દેવોલીના વચ્ચે ઝઘડો થયો હતો?
નિયાએ સો.મીડિયામાં પર્લને સપોર્ટ કર્યો હતો તો દેવોલીનાએ પીડિતા પ્રત્યે સંવેદના બતાવવાની વાત કહી હતી. આ પોસ્ટ પર નિયાએ એવુી કમેન્ટ કરી હતી, 'દીદીને કોઈ કહી દો કે અત્યારે ધરણા ને કેન્ડલ માર્ચ થઈ શકે નહીં. કોરોના હજી પણ છે. આ ઉપરાંત દીદીને તે બકવાસ ડાન્સ રીલ્સ બનાવતા પહેલાં ડાન્સની પ્રેક્ટિસ કરવાની પણ જરૂર છે.'

દેવોલીનાએ ફોટોશૂટ પર ફોકસ કરવાની સલાહ આપી
દેવોલીનાએ કહ્યું હતું, 'મહેરબાની કરીને નાનકીને કોઈ એ કહી દો કે માત્ર ફેશન સ્કિલ્સ બતાવવાથી કોઈ માણસ બની જતું નથી. સારા વિચારો તથા સાફ દિલની જરૂર હોય છે. નાનકીમાં આની ઊણપ છે. મેં મારી રીલ્સમાં સારું કામ કર્યું કે નહીં તે મારા ચાહકોને નક્કી કરવા દો. અહીંયા પણ તું જજ બની ગઈ. તારા ફોટોશૂટ્સ પર ફોકસ કરે તે વધુ સારું છે.'