'યે હૈ મોહબ્બતેં', 'નાગિન 3' જેવી સિરિયલમાં કામ કરનાર ટીવી એક્ટ્રેસ કૃષ્ણા મુખર્જીએ પારસી ચિરાગ બાટલીવાલા સાથે લગ્ન કર્યા હતા. એક્ટ્રેસે સો.મીડિયામાં ગ્રાન્ડ વેડિંગની તસવીરો શૅર કરી હતી. એક્ટ્રેસે તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'હવેથી એક બંગાળી યુવતી ને પારસી સેલર સાથે જીવનભર રહેશે.
બંગાળી વિધિથી દરિયા કિનારે લગ્ન કર્યા
એક્ટ્રેસ કૃષ્ણા મુખર્જીએ ચિરાગ બાટલીવાલા સાથે બંગાળી રીત-રિવાજથી ગોવાના દરિયા કિનારે લગ્ન કર્યા હતા. લગ્નમાં એક્ટ્રેસ ટ્રેડિશનલ બંગાળી લુકમાં જોવા મળી હતી. ચિરાગ બાટલીવાર ડ્રોન પાયલટ ને સેલર છે.
હલ્દી ને મહેંદી બાદ ટોમેટીના પાર્ટી કરી હતી
લગ્નના ફંક્શનમાં મહેંદી તથા હલ્દી સેરેમની યોજાઈ હતી. ત્યારબાદ એક્ટ્રેસ 'જિંદગી ના મિલેગી દોબારા' સ્ટાઇલમાં ટોમેટીના પાર્ટી કરી હતી. કપલે થાઇલેન્ડમાં બેચોલેરેટ પાર્ટી કરી હતી. બંનેએ ગયા વર્ષે સગાઈ કરી હતી. વેડિંગ ડિનરમાં કપલ પારસી આઉટફિટમાં જોવા મળી હતી. નોંધનીય છે કે કૃષ્ણા મુખર્જી તથા ચિરાગના લગ્નમાં અલી ગોની, શિરીન મિર્ઝા, કરન પટેલ પણ હાજર રહ્યા હતા.
કૃષ્ણા મુખર્જીની કરિયર
કૃષ્ણાએ પોતાની કરિયરની શરૂઆત 2014માં ફિલ્મ 'ઝલ્લી અંજલિ'થી કરી હતી. આ ફિલ્મમાં કૃષ્ણાએ શીનાનો રોલ પ્લે કર્યો હતો. ટીવી સિરિયલ 'યે હૈ મોહબ્બતેં'માં આલિયાનો રોલ તો 'કુછ તો હૈઃ નાગિન એક નયે રંગ મેં'માં પ્રિયાનો રોલ પ્લે કર્યો હતો. 'શુભ શગુન'માં શગુન શિંદેનું પાત્ર ભજવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.