સેન્સેશનલ અંદાજ:ટીવી એક્ટ્રેસ જેનિફરે ટૂ પીસ બિકીનીમાં કિલર પોઝ આપ્યાં

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્ટ્રેસ જેનિફર વિન્ગેટ ટીવીની સૌથી સુંદર ને લોકપ્રિય એક્ટ્રેસિસમાંથી એક છે. જેનિફર વિવિધ શો તથા સિરીઝમાં પોતાના સુપર્બ પર્ફોર્મન્સને કારણે ચાહકોમાં જાણીતી છે. વેબ સિરીઝ 'કોડ M'ની બીજી સિઝનને કારણે ચર્ચામાં છે. હાલમાં જ જેનિફરના સો.મીડિયામાં 13 મિલિયન ફોલોઅર્સ થયા હતા. આ વાતથી એક્ટ્રેસ ઘણી જ ખુશ હતી અને તેણે ખાસ અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું. જેનિફરે બીચ પર યલો બિકીનીમાં પોઝ આપ્યાં હતાં.

જેનિફરનો હોટ અંદાજ
જેનિફરે યલો ટૂ પીસ બિકીની પહેરીને બીચ પર પોઝ આપ્યા હતા. તેણે ફોટો શૅર કરીને કહ્યું હતું, '13 મિલિયનની તાકાત સાથે ભવિષ્યની શોધ.. આ રીતે મારી પીઠ થાબડવા બદલ આભાર...'

મુંબઈમાં જન્મેલી જેનિફરે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. જેનિફરના પિતા મહારાષ્ટ્રીયન ક્રિશ્ચિયન તથા માતા પંજાબી છે. 1995માં જેનિફરે 'અકેલે હમ અકેલે તુમ'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ફિલ્મ 'રાજા કી આયેંગી બારાત', 'રાજા કો રાની સે પ્યાર હો ગયા', 'કુછ ના કહો'માં ચાઇલ્ડ આર્ટિસ્ટના રોલમાં જોવા મળી હતી. ટીવી સિરિયલ 'કસૌટી જિંદગી કી'માં જેનિફરે સ્નેહાનું પાત્ર ભજવ્યું હતું અને તે લોકપ્રિય થઈ હતી. જેનિફરે 'સરસ્વતીચંદ્ર', 'બેહદ', 'તેરી મેરી લવ સ્ટોરી', 'દિલ મિલ ગયે', 'કહીં તો હોગા', 'ક્યા હોગા નિમ્મો કા' 'કોઈ દિલ મે હૈ' જેવી સિરિયલમાં કામ કર્યું હતું. છેલ્લે જેનિફર ટીવી સિરિયલ 'બેહદ 2'માં જોવા મળી હતી. જેનિફર ડાન્સ રિયાલિટી શો 'ઝરા નચ કે દિખેંગા'ની વિનર પણ રહી ચૂકી છે.

કરન સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા

જેનિફરે 2012માં ટીવી એક્ટર કરન સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. કરન સિંહના આ બીજા લગ્ન હતાં. જેનિફર-કરનના લગ્ન માંડ 2 વર્ષ ચાલ્યા હતા. કરને જેનિફરને ડિવોર્સ આપીને બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ સાથે ત્રીજા લગ્ન કર્યા છે. ​​​​​​​