સો.મીડિયા સેન્સેશનલ:માત્ર 19 વર્ષીય ટીવી એક્ટ્રેસ જન્નતની પાછળ સો.મીડિયા ગાંડું, કરીના-હિના ખાન સહિતની એક્ટ્રેસિસને રાખી દીધી છે પાછળ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જન્નત ઝુબૈર ટીવી સિરિયલ 'ફુલવા'થી લોકપ્રિય થઈ હતી

19 વર્ષીય ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબૈર હાલ ચર્ચામાં છે. ટીવીની લોકપ્રિય વહુઓ તથા બોલિવૂડની જાણીતી એક્ટ્રેસને પછાડીને ઇન્સ્ટાગ્રામ પર જન્નતના 30 મિલિયન (3 કરોડ) ફોલોઅર્સ થયા છે. એક્ટ્રેસે આ સફળતા પરિવાર તથા મિત્રો સાથે સેલિબ્રેટ કરી હતી. જન્નત પરિવાર સાથે દુબઈમાં છે. જોકે, જન્નત માત્ર ઇન્સ્ટા પર જ નહીં, યુ ટ્યૂબ પર પણ લોકપ્રિય છે. અહીંયા તેના 3.06 મિલિયન ફોલોઅર્સ છે. જાણીએ જન્નતની ચાઈલ્ડ એક્ટ્રેસથી લઈ ટિકટોક સ્ટાર સુધીની સફર...

30 મિલિયન ફોલોઅર્સ સાથે જન્નતે પરિવાર સાથે કેક કટિંગ કર્યું હતું
30 મિલિયન ફોલોઅર્સ સાથે જન્નતે પરિવાર સાથે કેક કટિંગ કર્યું હતું

9 વર્ષની ઉંમરમાં કરિયરની શરૂઆત
જન્નતે 9 વર્ષની ઉંમરમાં 2010માં ટીવી શો 'દિલ મિલ ગયે'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'કાશઃ અબ ના રહે તેરા કાગઝ કોરા'માં કામ કર્યું હતું. પછી તે 'મિટ્ટી કી બન્નો'માં જોવા મળી હતી. જોકે, આ તમામ સિરિયલમાં જન્નતે નાના-મોટા રોલ પ્લે કર્યો હતાં અને તેને જોઈએ એવી સફળતા મળી નહોતી.

'ફૂલવા' સિરિયલના એક સીનમાં જન્નત
'ફૂલવા' સિરિયલના એક સીનમાં જન્નત

2011માં ઘેર-ઘેર લોકપ્રિય થઈ
2011માં જન્નત ટીવી શો 'ફુલવા'માં જોવા મળી હતી. આ સિરિયલમાં જન્નતે લીડ રોલ પ્લે કર્યો હતો. આ એક સિરિયલથી જન્નત ઘેર-ઘેર લોકપ્રિય થઈ ગઈ હતી. આ સિરિયલ બાદ તે વિવિધ શોમાં જોવા મળી હતી, જેમાં 'હાર જીત', 'ફિયર ફાઈલ્સઃ ડર કી સચ્ચી તસવીરે', 'એક થી નાયિકા', 'બેસ્ટ ઓફ લક નિક્કી', 'ભારત કે વીર પુત્ર મહારાણા પ્રતાપ', 'સિયાસત', 'ગુમરાહ', 'કોડ રેડ' સામેલ છે.

સિરિયલને કારણે વિવાદમાં આવી
2016માં 'મેરી આવાઝ હી પહચાન'માં યંગ કલ્યાણીનો રોલ પ્લે કર્યો હતો. પછી તેણે 'તુ આશિકી'માં લીડ રોલ પ્લે કર્યો હતો. જોકે, 2018માં આ સિરિયલમાં મેકર્સે જન્નતને ઈન્ટીમેટ સીન્સ કરવાના હતા. જોકે, જન્નતે આ સીન કરવાની ના પાડી દીધી હતી. તેણે કહ્યું હતું કે તેની ઉંમર હજી નાની છે. આ સમયે જન્નત માત્ર 16 વર્ષની હતી અને તે આ પ્રકાર સીન ભજવવા માગતી નહોતી. તેના પેરેન્ટ્સે પણ તેને સપોર્ટ કર્યો હતો. જોકે, મેકર્સે જન્નતને સ્થાને અન્ય એક્ટ્રે્સ લેવાનું નક્કી કર્યું હતું અને ઓડિશન પણ લીધા હતા. જોકે, પછી મેકર્સ તથા જન્નત વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

આ સિરિયલ બાદ જન્નતે 'આપ કે આ જાને સે', 'ખતરા ખતરા ખતરા'માં કામ કર્યું હતું. 2019થી જન્નત એક પણ ટીવી શોમાં જોવા મળી નથી.

પરિવાર સાથે જન્નત
પરિવાર સાથે જન્નત

2011માં બોલિવૂડ ડેબ્યૂ
જન્નતે 'આગાહઃ ધ વોર્નિંગ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. છેલ્લે તે 2018માં રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે વિદ્યાર્થિનીના રોલમાં હતી.

પિતા પણ એક્ટર
29 ઓગસ્ટ, 2001માં મુંબઈમાં જન્મેલી જન્નતના પિતા ઝુબૈર અહમદ રહેમાની પણ ટીવી આર્ટિસ્ટ છે. તેનો નાનો ભાઈ અયાન ઝુબૈર રહેમાની ચાઈલ્ટ આર્ટિસ્ટ છે. તે ઘણી સિરિયલમાં જોવા મળી ચૂક્યો છે. જન્નતની માતા નાજનીન રહેમાની હાઉસવાઈફ છે. જન્નતે મુંબઈની ઓક્સફર્ડ પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને એસ પી જૈન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચમાંથી ગ્રેજ્યુએશનનું ભણી રહી છે.

ફૈઝલ સાથે જન્નત
ફૈઝલ સાથે જન્નત

નંબર 1 ટિકટોક સ્ટાર બની હતી
2019માં જન્નત ઈન્ડિયાની નંબર વન ટિક ટોક સ્ટાર બની હતી. ટિકટોકમાં તેના 10 મિલિયન ફોલોઅર્સ હતા. જન્નતના ફિટનેસ મોડલ ફૈઝલ શેખ સાથેના વીડિયો ઘણાં જ લોકપ્રિય થયા હોય છે.

લોકપ્રિય સેલેબ્સના ઇન્સ્ટા પર ફોલોઅર્સ

સેલેબ્સફોલોઅર્સ (મિલિયનમાં)
અનન્યા પાંડે18.8
તાપસી પન્નુ18.6
આયુષ્માન ખુરાના14.2
જાન્હવી કપૂર11.5
ઐશ્વર્યા રાય બચ્ચન9.4
શેહનાઝ ગીલ7.7
ભૂમિ પેડનેકર6.2
અનિતા હસનંદાની6.1
અર્જુન બિજલાણી5.5
રશ્મિ દેસાઈ4.4
સિદ્ધાર્થ શુક્લા3.4