સેલેબ્સમાં કોરોના:ટીવી એક્ટ્રેસ દૃષ્ટિ ધામી ને સુમોના ચક્રવર્તીનો રિપોર્ટ પોઝિટિવ, છેલ્લાં 15 દિવસમાં ડઝનથી વધુ સ્ટાર્સને ચેપ લાગ્યો

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબે, સુમોના ચક્રવર્તી, દૃષ્ટિ ધામીઃ ફાઇલ તસવીર - Divya Bhaskar
ડાબે, સુમોના ચક્રવર્તી, દૃષ્ટિ ધામીઃ ફાઇલ તસવીર
  • દૃષ્ટિ ધામી તથા સુમોના ચક્રવર્તી હોમ આઇસોલેશનમાં છે

લોકપ્રિય ટીવી એક્ટ્રેસ દૃષ્ટિ ધામીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.દૃષ્ટિ ધામી બાદ ટીવી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી પણ કોરોના પોઝિટિવ છે. બંને એક્ટ્રેસિસે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. નોંધનીય છે કે છેલ્લાં એક મહિનામાં બોલિવૂડ તથા ટીવીના ઘણાં સ્ટાર્સ કોરોનાનો ભોગ બની ચૂક્યા છે.

દૃષ્ટિએ ફોટો શૅર કર્યો
દૃષ્ટિએ શૅર કરેલા ફોટોમાં ટેબલ પર ફૂલો, ઓક્સીમીટર, દવાઓ, વિક્સ, ચોકલેટ તથા કેટલાંક પેપર્સ છે. આ તસવીર શૅર કરીને દૃષ્ટિએ કહ્યું હતું, 'મારી સાથે કેટલીક સારી વસ્તુઓ કંપની આપવા માટે હાજર છે, કારણ કે હું ત્રીજી લહેર સામે લડી રહી છું. સદનસીબે હું આ લિલીને સૂંઘી શકું છું અને ટ્વિક્સ (ચોકલેટ)ને એન્જોય કરી શકું છું.'

સુમોનાએ શું કહ્યું?
સુમોનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મારો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારામાં કોરોનાના મોડરેટ લક્ષણો છે. ઘરમાં જ ક્વૉરન્ટિન થઈ ગયું છે. હું વિનંતી કરું છું કે ગયા અઠવાડિયે મારા સંપર્કમાં આવનારા તમામ લોકો ટેસ્ટ કરાવી લે. આભાર.'

આ પહેલાં કયા કયા સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા
ગઈ કાલે, 3 જાન્યુઆરીના રોજ જ્હોન અબ્રાહમ-પ્રિયા રૂંચાલ, પ્રેમ ચોપરા-ઉમા ચોપરા, એકતા કપૂર, ટીવી એક્ટ્રેસ ડેલનાઝ ઈરાની, નકુલ મહેતાની પત્ની જાનકી-દીકરો સૂફીને કોરોના હોવાની વાત સામે આવી હતી. પ્રેમ ચોપરા તથા ઉમા ચોપરાને હાલમાં લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. નકુલ મહેતાનો દીકરો સૂફી પણ હોસ્પિટલમાં એડમિટ હતો.

હાલમાં જ નોરા ફતેહી, શિલ્પા શિરોડકર, રાહુલ રવૈલ, અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર-કરન બૂલાની, મૃણાલ ઠાકુર, ગુજરાતી એક્ટ્રેસ દીક્ષા જોષી બમન ઈરાનીનો દીકરો કયોઝ ઈરાની તથા રણવીર શૌરીનો 10 વર્ષીય દીકરો હારુનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટીવી એક્ટર અર્જુન બિજલાણી તથા તેની 70 વર્ષીય માતા પણ કોરોના પોઝિટિવ છે. આ પહેલાં અલાયા એફ, કરીના કપૂર, સીમા ખાન, મહિપ કપૂર, અમૃતા અરોરા, શનાયા કપૂર, ઉર્મિલા માતોડકર, તનિષા મુખર્જી, કમલ હાસનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.