તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહલાતા હૈ’ની એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું આજે મુંબઈમાં નિધન થયું છે. છેલ્લા 11 દિવસથી તે ન્યૂમોનિયા, કોરોના વાઈરસ અને હાઈપરટેન્શનને કારણે હોસ્પિટલમાં એડમિટ હતી. દિવ્યાના ભાઈએ દેવાશીષ ભટનાગરે દિવ્ય ભાસ્કર સાથે આ વાતની પુષ્ટિ કરી છે.
દેવાશીષે કહ્યું, ‘થોડા દિવસ પહેલાં અમે દીદીને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યાં હતાં. જોકે તેમની તબિયતમાં કોઈ સુધારો દેખાયો નહોતો. આજે સવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમણે દુનિયાને અલવિદા કહ્યું. બીજાં પણ કારણ છે, યોગ્ય સમય આવશે ત્યારે એના વિશે વાતચીત કરીશ.’
દિવ્યા હોસ્પિટલમાં આવ્યા બાદ બેભાન થઈ ગઈ હતી
આ પહેલાં દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં દિવ્યાના નાના ભાઈ દેવ ભટનાગરે કહ્યું હતું, 'ડૉક્ટર્સ પોતાની સારવારમાં સહેજ પણ ઊણપ રાખી રહ્યાં નથી. દિવ્યા હોસ્પિટલમાં આવ્યા બાદ બેહોશ થઈ ગઈ હતી અને હજી સુધી તે ભાનમાં આવી નથી.'
'અમે બધા જ તેના માટે પ્રાર્થના કરીએ છીએ. તેની તબિયત દિવસે દિવસે બગડી રહી છે. કોરોના ઉપરાંત તેને હાઈપરટેન્શન પણ છે. અંગત જીવનમાં સમસ્યા હોવાથી દિવ્યા સ્ટ્રેસમાં રહેતી હતી અને તેને કારણે જ આજે તેની આ પરિસ્થિતિ છે.'
દિવ્યાનો પતિ પૈસા ને ફૅમ માટે ગમે તે કરી શકે છે
દેવ ભટનાગરે કહ્યું હતું, 'દિવ્યાના પતિ ગગને હોસ્પિટલમાં દિવ્યાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે માત્ર પબ્લિસિટી માટે જ કર્યો હતો. ગગન અને તેનો પરિવાર મારી બહેનને ટોર્ચર કરે છે.'
'દિવ્યા ICUમાં હોવા છતાંય તેને વીડિયો કૉલ કરે છે. જાણી જોઈને સતત ફોન કરે છે. આવી સ્થિતિમાં કોણ પોતાની પત્નીનો વીડિયો બનાવે? પૈસા અને ફૅમ માટે તે આ બધું કરી રહ્યો છે. તે પૈસા કમાતો નથી. એકવાર મારી બહેનની તબિયત ઠીક થઈ જાય પછી અમે આ મુદ્દા પર ધ્યાન આપીશું.'
દેવે વધુમાં કહ્યું હતું, 'હાલમાં અમારી બહેનની સારવાર કરાવી શકાય તેટલી આર્થિક સ્થિતિ સારી છે. આ સાથે જ ઈન્ડસ્ટ્રીના કેટલાંક એસોસિયેશન, પ્રોડ્યૂસર્સ તથા એક્ટર્સ પણ દિવ્યાની સારવાર અર્થે મદદ માટે આગળ આવ્યા છે.'
26 નવેમ્બરે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી
આ પહેલાં દિવ્યાની તબિયત વધારે બગડતાં તેને 26 નવેમ્બરના રોજ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. દિવ્યાને ન્યૂમોનિયા થયો હતો. દિવ્યાની માતાએ કહ્યું હતું, 'છેલ્લાં છ દિવસથી દિવ્યાને તાવ આવતો હતો અને તેને વીકનેસ જેવું લાગતું હતું. હું તથા મારો દીકરો દિલ્હીથી મુંબઈ આવ્યા. ઘરમાં ઓક્સિમીટર પર દિવ્યાનું ઓક્સિજન લેવલ ચેક કર્યું તો તે 71 જેટલું હતું. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં તરત જ તેને વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી. હવે તેનું ઓક્સિજન લેવલ 84 છે. જોકે, તેની તબિયત હજી પણ નાજુક છે. તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.'
પતિ બીમાર હાલતમાં તરછોડીને જતો રહ્યો
દિવ્યાએ પરિવારની મરજી વિરુદ્ધ ગયા વર્ષે ડિસેમ્બરમાં ગગન સાથે લગ્ન કર્યાં હતાં. ગગન પણ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં જ કામ કરે છે. તે રિયાલિટી શો સાથે જોડાયેલો છે. દિવ્યા છેલ્લાં કેટલાંક દિવસથી બીમાર હતી અને આવી હાલતમાં ગગન ઘર છોડીને જતો રહ્યો હતો.
દિવ્યાની માતાએ દાવો કર્યો હતો, 'ગગન એક ફ્રોડ વ્યક્તિ છે. તેણે દિવ્યાને આવી હાલતમાં તરછોડી દીધી અને પછી તેણે એકવાર પણ ફોન કરીને તેના હાલચાલ પૂછ્યાં નથી. લગ્ન પહેલાં દિવ્યા મીરા રોડ સ્થિત આવેલા મોટા ઘરમાં રહેતી હતી. જોકે, લગ્ન બાદ તે ઓશિવારામાં રહેવા આવી ગઈ હતી. અહીંયાનું ઘર બહુ જ નાનું છે.'
દિવ્યા હાલમાં આ સિરિયલમાં કામ કરતી હતી
દિવ્યા હાલમાં 'તેરા યાર હૂ મેં'માં કામ કરતી હતી. દિવ્યા 'ઉડાન', 'જીત ગઈ તો પિયા મોરે', 'વિશ', 'સિલસિલા પ્યાર કા' જેવી સિરિયલમાં કામ કર્યું છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.