તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપવીતી:આર્થિક તંગી સામે ઝઝૂમતી ટીવી એક્ટ્રેસ ચાહત ખન્નાએ કહ્યું, બે બાળકોની માતા હોવાને કારણે કોઈ કામ આપતું નથી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાહત છેલ્લે 2019માં બોલિવૂડ ફિલ્મ 'પ્રસ્થાનમ'માં જોવા મળી હતી

'બડે અચ્છે લગતે હૈ', 'કૂબૂલ હૈ' જેવી ટીવી સિરિયલમાં જોવા મળેલી એક્ટ્રેસ ચાહત ખન્ના હાલમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ચાહત ખન્ના સિંગલ મધર છે અને બે દીકરીઓને મોટી કરી રહી છે. તેને કોઈ કામ મળતું નથી અને તેથી જ ગુજરાન ચલાવવામાં તેને ઘણી જ તકલીફ પડે છે. ચાહત ખન્ના પાસે પૈસા પણ ઘણાં જ ઓછા છે.

હાલમાં જ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી

એક્ટ્રેસે હાલમાં જ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં ચાહતે કહ્યું હતું, 'મધરહુડને ખોટી રીતે લેવામાં આવે છે. હું સિંગલ મધર છું અને ઓછા પૈસાથી, ઓછી મદદથી બે સંતાનોને ઉછેરી રહી છું. લોકો મને જજ કરી રહ્યાં છે કે હવે હું પહેલાંની જેમ કામ કરી શકું નહીં, કારણ કે હું બે સંતાનોની માતા છું. જોકે, બે સંતાનોની માતા હોવાને કારણે હું બેગણું કામ કરી શકું છું. કારણ કે મારા મારે બે બાળકોના ભવિષ્ય માટે કામ કરવાનું છે. ઓફર્સ પણ બહુ ઓછી આવે છે. હું માત્ર ઓછી જાણીતી વ્યક્તિ કે એક્ટર નથી. હું સ્ટ્રોંગર, ફિટર અને દરેક દૃષ્ટિએ સારી છું.'

પૂર્વ પતિ પાસેથી આર્થિક મદદ નથી મળતી
ચાહત ખન્નાએ ઈ-ટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેના પૂર્વ પતિ ફરહાન પાસેથી કોઈ આર્થિક મદદ મળતી નથી, કારણ કે હાલમાં તે પોતાનું કરિયર બનાવવામાં સંઘર્ષ કરી રહ્યો છે. હજી સુધી ડિવોર્સ પણ થયા નથી, એટલે ભરણપોષણની રકમ પણ નક્કી થઈ નથી.

ચાહતનું દુઃખ- બે બાળકોની માતા હોવાને કારણે રિજેક્શન
ચાહત ખન્નાએ કહ્યું હતું, 'જ્યારે એક પરિણીત એક્ટ્રેસને સાઇન કરવાની વાત આવે છે અને એમાં પણ જ્યારે તે માતા હોય છે તો મેકર્સ બેવાર વિચારે છે. હું જોહર તથા અમાયારા, બે દીકરીઓની માતા છું. બેગણી મહેનત સાથે કામ કરવા તૈયાર છું, પરંતુ કોઈ ઓફર મળતી નથી. ઓડિશન આપું છું, પરંતુ મને રિજેક્ટ કરી દેવામાં આવે છે. રિજેક્શન એટલા માટે, કારણ કે મારે બે બાળકો છે. મેકર્સને લાગે છે કે હું કમિટમેન્ટ સાથે કામ કરી શકીશ નહીં.'

ટેલેન્ટના દમ પર કામ મળે
ચાહત ખન્નાએ આગળ કહ્યું હતું, 'પરિણીતી એક્ટ્રેસિસ અંગે એક ધારણા બની ગઈ છે. તેમને લઈ એમ કહેવામાં આવે છે કે તેમને લીડ કેરેક્ટર સૂટ કરશે નહીં. જ્યારે હું સો.મીડિયામાં મારી બે દીકરીઓ સાથેની તસવીર શૅર કરું છું તો લોકો એમ કહે છે કે મારે એમ કરવું જોઈએ નહીં. તેમને લાગે છે કે આમ કરવાથી મેકર્સ મારો અપ્રોચ કરશે નહીં. જોકે, હું માતા છું અને મારી દીકરીઓ સાથેની તસવીરો શૅર કરીશ, હું આ વાતને છુપાવીશ નહીં. માનવું હોય તો માને નહીંતર નહીં. આજકાલ કાસ્ટિંગ સો.મીડિયા પ્રોફાઈલના આધારે થાય છે. મને લાગે છે કે એક્ટરને તેના મેરિટ તથા ટેલેન્ટને આધારે કામ મળવું જોઈએ.

અન્ય પરિણીત એક્ટ્રેસિસને કામ મળે છે, પરંતુ મને નહીં
વધુમાં ચાહતે કહ્યું હતું કે ટીવી વર્લ્ડમાં અન્ય એક્ટ્રેસિસ પરિણીતી છે અને તેમને બાળકો હોવા છતાં કામ મળે છે, પરંતુ તેને મળતું નથી. લોકોને એમ લાગે છે કે તે બિઝનેસવુમન બની ગઈ છે અને તેથી જ તેની પાસે પુષ્કળ પૈસા છે. જોકે, સાચી વાત એ છે કે સો.મીડિયામાં જે બતાવવામાં આવે છે, તે રિયલ લાઈફ નથી. જે દેખાય છે, તે સાચું નથી. કોરોનાની અસર તેના બિઝનેસ પર પણ પડી છે. તેને આશા છે કે સારા કામ કરવાની તક મળે, કારણ કે તેણે પરિવારનું ગુજરાન ચલાવવાનું છે. મેકર્સ તેને રિજેક્ટ કરે છે, પરંતુ જ્યારે તેને કોઈ પ્રોજેક્ટ નથી મળતો ત્યારે તેણે ઘણું જ સહન કરવું પડે છે.

બંને પતિ પર ફિઝિકલ એબ્યૂઝનો કેસ કર્યો હતો
ચાહતે 2006માં ભરત નરસિંઘાની સાથે લગ્ન કર્યાં હતાં. ચાહત 16 વર્ષની હતી ત્યારે તેના સંબંધો ભરત સાથે હતા. જોકે, લગ્ન બાદ ચાહતે પતિ પર ફિઝિકલ એબ્યૂઝનો આક્ષેપ મૂક્યો હતો અને અંતે તેમના ડિવોર્સ થયા હતા. 2013માં ચાહતે ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યાં હતાં. બંનેને બે દીકરીઓ છે. જોકે, 2018માં ચાહતે પતિ પર સેક્સ્યુઅલ તથા મેન્ટલ હેરેમેન્ટનો આક્ષેપ કર્યો હતો. હાલમાં ડિવોર્સ કેસ પેન્ડિંગ છે. ચાહત છેલ્લે 2019માં બોલિવૂડ ફિલ્મ 'પ્રસ્થાનમ'માં જોવા મળી હતી. ત્યારબાદ 2020માં મ્યૂઝિક વીડિયો 'ક્વૉરન્ટીન લવ'માં મિકા સિંહ સાથે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...