તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીવી સેલેબ્સને કોરોના:ટીવી એક્ટર સૂરજ થાપર લીલાવતી હોસ્પિટલમાં શિફ્ટ, રાજીવ પોલ કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂરજ થાપરની તબિયતમાં સુધારો ના થતાં તેને લીલાવતી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો
  • રાજીવ પોલનો કોરોના રિપોર્ટ 7 મેેએ આવ્યો હતો, 12 મેએ હોસ્પિટલમાં એડમિટ થયો

કોરોનાનો કહેર હજી પણ ઓછો થઈ રહ્યો નથી. હાલમાં જ ટીવી એક્ટર સૂરજ થાપરને મુંબઈની ગોરેગાંવ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે, અહીંયા તેની તબિયતમાં કોઈ સુધારો ના થતાં તેને લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ ટીવી એક્ટર રાજીવ પોલ પણ કોરોના પોઝિટિવ થયા બાદ હોસ્પિટલમાં એડમિટ થયો છે.

સૂરજ થાપર ગોવામાં શૂટિંગ કરીને પરત ફર્યો હતો
સૂરજના મિત્રે ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સૂરજનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને પછી તે ગોરેગાંવની હોસ્પિટલમાં એડમિટ થયો હતો. જોકે, અહીંયા તેની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહોતો. ડૉક્ટર્સે કોઈ મોટી હોસ્પિટલમાં એડમિટ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ તેને લીલાવતી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. તેઓ પ્રાર્થના કરી રહ્યાં છે કે તે જલ્દીથી સાજો થઈ જાય.

ઉલ્લેખનીય છે કે 'શૌર્ય ઔર અનોખી કી કહાની'માં સૂરજ થાપર તેજ સબ્રવાલની ભૂમિકા ભજવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં લૉકડાઉન જાહેર થતાં આ શોનું શૂટિંગ ગોવામાં કરવામાં આવતું હતું. જોકે, ગોવામાં પણ લૉકડાઉન જાહેર થતાં ટીમ મુંબઈ પરત ફરી છે. નોંધનીય છે કે આ સિરિયલમાં કરમવીર શર્મા તથા દેબાત્મા સાહા લીડ રોલમાં છે.

ગોવામાંથી આવ્યા બાદ કોરોના થયો
સૂરજ પણ પોતાની ટીમ સાથે ગોવાથી મુંબઈ પરત ફર્યો હતો. મુંબઈ આવ્યા બાદ સૂરજને કોરોના થયો હતો. તેને તાવ આવતો હતો અને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. ગોવા એરપોર્ટ પર તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ઘરે આવ્યા બાદ તેને કોરોના થયો હતો. સૂરજના પરિવારે તેને ગોરેગાંવની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. સૂરજે 'રઝિયા સુલ્તાન', 'ઉડાન', 'અકબર બિરબલ' જેવા અનેક ટીવી શોમાં કામ કર્યું છે. તે છેલ્લાં ઘણાં સમયથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે.

રાજીવ પોલને પણ કોરોના થતાં હોસ્પિટલમાં
'કહાની ઘર ઘર કી' તથા 'સસુરાલ સિમર કા 2' ફૅમ ટીવી એક્ટર રાજીવ પોલની પણ તબિયતમાં કોઈ સુધારો ના થતાં તે કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ થયો છે. તેને 7 મેના રોજ કોરોના થયો હતો અને તે 12 મેના રોજ હોસ્પિટલમાં એડમિટ થયો હતો.

રાજીવ પોલે સો.મીડિયામાં પોતાની તસવીર શૅર કરી હતી અને તેના પર હોસ્પિટલાઈઝ્ડનો સિક્કો મારેલો હતો. તેણે કહ્યું હતું, 'પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહે તે પહેલાં આપણે તેને સક્ષમ હાથોમાં મૂકી દેવી જોઈએ. મારો તાવ ઊતરતો જ નહોતો અને તેથી જ હું કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ થઈ ગયો.' રાજીવે સતિશ કૌશિકનો પણ આભાર માન્યો છે. તેણે કહ્યું હતું કે તેને સતિશ કૌશિકે એડમિટ થવા માટે સમજાવ્યો અને પછી તે દાખલ થયો હતો. રેમડેસિવર ઈન્જેક્શન તથા અન્ય દવાઓ ચાલુ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...