તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ એક એક્ટરનું મૃત્યુ:સમીર સતત 3 દિવસ સુધી ડિપ્રેશન સામે લડવાના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતો રહ્યો, આત્મહત્યાનો ઈશારો કરી લખ્યું હતું- મેં મારી ચિતા બનાવી અને તેના પર સુઈ ગયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એકલતા અને કોઈ અજાણી ચિંતામાં ખોવાયેલ રહેનાર વધુ એક એક્ટરે પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે. ટીવી એક્ટર સમીર શર્માએ તેના ઘરે પંખે લટકીને આત્મહત્યા કરી છે. સમીર કોઈ ડિપ્રેશનમાં હતો તેની જાણ તેની ઇન્સ્ટા પોસ્ટથી થાય છે. આટલું જ નહીં 27 જુલાઈના તેણે એક એવી પણ પોસ્ટ કરી હતી જેમાં તેણે આપેલ આત્મહત્યાનો ઈશારો સ્પષ્ટ સમજાઈ રહ્યો હતો. આ પોસ્ટની પહેલી લાઈનમાં લખ્યું હતું, મેં મારી ચિતા બનાવી અને સુઈ ગયો, અને મારી આગથી તે બળી ગઈ.

સતત 3 દિવસથી ડિપ્રેસિવ ફોટો પોસ્ટ કરી રહ્યો હતો
સમીરે 27,28 અને 29 જુલાઈના રોજ સતત ત્રણ દિવસ સુધી ડિપ્રેસિવ ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા. 27 જુલાઈએ પોસ્ટ કરેલ ફોટોમાં લખેલ આ કવિતા બ્લીડિંગ સોલ પોએટ્રીના ઇન્સ્ટા પેજથી શેર કરી હતી. તેમાં જે ફોટો યુઝ થયો છે તેને એક્ટરે ક્લિક કર્યો હતો.

કવિતામાં આગળ લખ્યું છે, મારી અંદર જે કંઈપણ હતું તે બધું તેમાં બળી ગયું. મેં મારા સપનામાંથી જાગવા માટે તેની હત્યા કરી દીધી. હવે મારા સપના જતા રહ્યા અને હું છું. હું રાખ સાથે જાગ્યો અને તેમાં જ પડ્યો રહ્યો. જે બચ્યું હતું તેને મેં લઇ લીધું અને ધારામાં છોડી દીધું. હવે હું આ આશા રાખું છું કે મારી રાખને વધારે સારા સપના મળશે.

28 અને 29 જુલાઈએ માત્ર ફોટો પોસ્ટ કર્યો હતો
44 વર્ષીય સમીરે 28 અને 29 જુલાઈએ દરિયાનો ફોટોઝ કોઈ કેપ્શન વગર શેર કર્યા હતા. તેમાં એક ફોટોમાં દરિયાની પેલે પાર મુંબઈની ઊંચી બિલ્ડિંગ દેખાઈ રહી હતી. 29 જુલાઈની છેલ્લી પોસ્ટમાં એક ઊડતું પક્ષી, દરિયા કિનારે ફરતો એક વ્યક્તિ અને આકાશ દેખાઈ રહ્યું હતું. સમીર એવો તો શું ડિપ્રેશનમાં હતો કે તે આત્મહત્યા કરવા મજબૂર થઇ ગયો.

અન્ય સમાચારો પણ છે...