તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગીરા પર રેપનો કેસ:11 દિવસ જેલમાં રહ્યા બાદ ટીવી એક્ટર પર્લ વી પુરીને જામીન મળ્યા

મુંબઈ3 મહિનો પહેલા
પર્લના સપોર્ટમાં એકતા કપૂર, દિવ્યા ખોસલા કુમારે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી

'નાગિન 3' ફૅમ ટીવી એક્ટર પર્લ વી પુરીને અંતે જામીન મળી ગયા છે. તે છેલ્લાં 11 દિવસથી પોલસી કસ્ટડીમાં હતો. પીડિત બાળકીના પિતાએ પર્લ પર રેપનો આરોપ મૂકીને વાલિવ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પર્લને જામીન મળ્યા તે સમાચાર તેના વકીલ રાજીવ સાવંતે શૅર કર્યા છે. વસઈ સેશન કોર્ટમાં મંગળવાર, 15 જૂનના રોજ પર્લને જામીન પર છોડવામાં આવ્યો છે.

પર્લની પોક્સો હેઠળ 4 જૂનના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલાં પાંચ તથા 11 જૂનના રોજ પર્લને દાખલ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

2 વર્ષ જૂનો કેસ
પીડિતાના પિતાની ફરિયાદ પ્રમાણે, 2019નો આ કેસ છે. પીડિતાની માતા ટીવી શો 'બેપનાહ પ્યાર'ના સેટ પર પોતાની પાંચ વર્ષીય દીકરી સાથે શૂટિંગ પર જતી હતી. ત્યારે એક્ટરે પોતાની વેનિટી વેનમાં તેની સાથે ખોટું કામ કર્યું હતું. પોલીસે કહ્યું હતું કે પીડિતા સાથે છેડતી થઈ હોવાના નિશાન મળ્યા હતા, પરંતુ એક્ટર વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.

પર્લે આ ટીવી શોમાં કામ કર્યું છે
પર્લે 'નાગિન 3' ઉપરાંત 'દિલ કી નજર સે ખૂબસૂરત', 'ફિર ભી ના માને બદતમીઝ દિલ', 'મેરી સાસુ મા', 'નાગાર્જુન એક યૌદ્ધા', 'બ્રહ્મરાક્ષસ 2'માં કામ કર્યું છે. તે 'બિગ બોસ 12 તથા 13'માં ગેસ્ટ તરીકે જોવા મળ્યો હતો.