તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાથી આર્થિક ફટકો:ટીવીના 'હનુમાન' લૉકડાઉનમાં બેરોજગાર થતાં ઘર ચલાવવા માટે મોંઘી બાઈક વેચી નાખવી પડી

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 22 લાખની બાઈક નિર્ભય વાધવાએ 9.5 લાખમાં વેચી

કોરોનાને કારણે સામાન્ય માણસથી લઈ સેલિબ્રિટી સહિતના લોકોને આર્થિક ફટકો પડ્યો છે, આમાં પણ સૌથી વધુ અસર ટીવી ઇન્ડસ્ટ્રીને થઈ છે. સિરિયલના શૂટિંગ બંધ થવાને કારણે ઘણાં કલાકારો અન્ય કામ કરવા મજબૂર બન્યા છે તો કેટલાંકે પોતાના ઘરનો સામાન વેચીને ગુજરાન ચલાવ્યું છે. ટીવી એક્ટર નિર્ભય વાધવાએ પોતાની બાઈક વેચીને ઘર ચલાવવું પડ્યું છે. નિર્ભય ટીવીના હનુમાન તરીકે લોકપ્રિય છે.

મિત્રોએ મદદ કરી
લૉકડાઉનમાં કેવા કેવા પડકારો આવ્યા તે અંગે વાત કરતાં નિર્ભયે કહ્યું હતું કે તેને નાણાકીય મુશ્કેલી નડી હતી. આ સમયે તેને મિત્રો તથા શુભેચ્છકોએ મદદ કરી હતી. મિત્રોએ તેના ઘરનું ભાડું ભર્યું હતું. કોરોના મહિનાઓથી છે અને આ જ કારણે તેણે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. તે છેલ્લાં દોઢ વર્ષથી બેરોજગાર છે. આ સમયમાં તેની બધી જ બચત પૂરી થઈ ગઈ હતી. તેની પાસે કામ નહોતું.

નિર્ભયને બાઈકનો શોખ છે
નિર્ભયને બાઈકનો શોખ છે

પેમેન્ટ પણ ના મળ્યું
નિર્ભયે વધુમાં કહ્યું હતું કે કોરોનાને કારણે લાઈવ શો પણ યોજાતા નથી. શૂટિંગ પણ છેલ્લાં ઘણાં સમયથી અટકી પડ્યું છે. તેને પેમેન્ટ પણ બાકી હતું, પરંતુ તેને મળ્યુ નહીં. આથી જ તેના માટે ઘર ચલાવવું થોડું મુશ્કેલ બની ગયું હતું. જીવન થોડું ઉપર નીચે થઈ ગયું હતું.

અંતે, બાઈક વેચવાનું નક્કી કર્યું
નિર્ભય બાઈકનો શોખીન છે અને આથી જ તેની પાસે બાઈકનું સારું એવું કલેક્શન છે. નિર્ભયે આમાંથી જ એક બાઈક વેચવાનું શરૂ કર્યું હતું. નિર્ભયે 2016માં 22 લાખ રૂપિયામાં એક બાઈક ખરીદી હતી. કોરોના હોવાને કારણે તેના માટે ખરીદદાર મળવો મુશ્કેલ હતો. તેથી તેણે કંપનીમાં આ અંગે પૂછપરછ કરી હતી. કંપનીએ જ આ બાઈક 9.5 લાખ રૂપિયામાં ખરીદી લીધી હતી. આ બાઈક જયુપરમાં હતી. તો માર્ચ મહિનામાં નિર્ભય જયપુર ગયો અને તેને વેચી હતી. આ બાઈક સાથે તેની ઘણી જ યાદો જોડાયેલી હતી.

માતા સાથે નિર્ભય
માતા સાથે નિર્ભય

પૈસા આવતા ઘર બરોબર ચાલવા લાગ્યું
નિર્ભયે જણાવ્યું હતું કે બાઈક વેચ્યા બાદ પૈસા આવ્યા હતા અને તેના ઘરની ગાડી બરોબર ચાલવા લાગી હતી. નિર્ભય બાઈક વેચ્યા બાદ પણ નિરાશ થયો નથી. તેણે કહ્યું હતું કે દરેકના જીવનમાં આવો મુશ્કેલ સમય આવે છે, પરંતુ તે હિંમત હાર્યો નથી અને તેણે આશા ગુમાવી નથી. જીવન ફરીથી નોર્મલ થઈ જશે. તે પોતાનું કામ કરે છે અને ફરી બધું પહેલાં જેવું થઈ જશે. તે એ સ્થિતિમાં આવી જશે કે તે ફરીથી બીજું બાઈક ખરીદી લેશે.

નિર્ભય એનિમલ લવર છે
નિર્ભય એનિમલ લવર છે

કોણ છે નિર્ભય વાધવા?
જયપુરમાં જન્મેલા નિર્ભયને મોટો ભાઈ ગૌરવ છે. નિર્ભયે જયપુરની સેન્ડ એડમન્ડ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. રાજસ્થાન યુનિવર્સિટીમાંથી B.Aની ડિગ્રી લીધી છે. એક્ટિંગ ફિલ્ડમાં કરિયર બનાવવી હોવાથી તે મુંબઈ શિફ્ટ થયો હતો. નિર્ભયે સૌ પહેલાં 2013માં સિરિયલ 'મહાભારત'માં દુશાસનનો રોલ કર્યો હતો. તેણે 2014માં ફિલ્મ 'મૈં ઔર મિસ્ટર રાઈટ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે સંઘર્ષ કરતાં એક્ટરનો રોલ પ્લે કર્યો હતો. તેણે 'મહારાણા પ્રતાપ' સિરિયલમાં હકીમ ખાનની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત નિર્ભયે 'તેનાલી રામ', 'પાર્ટનર્સ ટ્રબલ હો ગઈ ડબલ', 'મહાકાલીઃ અંત હી આરંભ હૈ', 'ક્યામત કી રાત'માં કામ કર્યું છે. આ ઉપરાંત 'કર્મફલ દાતા શનિ'માં હનુમાનની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત 'વિધ્નહર્તા ગણેશ'માં પણ નિર્ભય હનુમાન બન્યો છે.

પત્ની પ્રીતિ તથા દીકરી લતિની સાથે નિર્ભય
પત્ની પ્રીતિ તથા દીકરી લતિની સાથે નિર્ભય

2011માં લગ્ન કર્યા
નિર્ભયે 2011માં પ્રીતિ વાધવા સાથે લગ્ન કર્યાં હતાં. 2015માં તે દીકરીનો પિતા બન્યો હતો. નિર્ભય એનિમલ લવર તથા સોશિયલ વર્કર છે. જયુપરમાં તે 'હેલ્પ ઈન સફરિંગ' નામની સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...