તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઇરલ વીડિયો:ટીવી એક્ટર કરણવીર બોહરા દૂધમાં વંદો નાખીને પી ગયો, યુઝરે કહ્યુ- છી, આ શું જોઈ લીધું મેં

મુંબઈ12 દિવસ પહેલા

સો.મીડિયામાં ટીવી એક્ટર કરણવીર બોહરા તથા શ્રૃતિ ઝાનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો ક્લિપ ટીવી સિરિયલ 'દિલ સે દી દુઆ...સૌભાગ્યવતી ભવ'ની છે. આ વીડિયોમાં કરણવીર કોકરોચ ખાઈ જાય છે. આ વીડિયો જોઈને યુઝર્સ અઢળક કમેન્ટ્સ કરી રહ્યાં છે.

કોકરોચ દૂધમાં નાખીને પી જાય છે
ટીવી સિરિયલની વાઇરલ ક્લિપમાં જોવા મળે છે કે વિરાજ તથા જાહન્વીની સુહાગરાતનો સીન છએ, જેમાં જાહન્વીની ઉપર કોકરોચ પડે છે તો વિરાજ આ કોકરોચને પકડીને દૂધમાં નાખે છે અને પછી દૂધ પી જાય છે. આ વિચિત્ર સીન જોઈને સો.મીડિયા યુઝર્સ રસપ્રદ કમેન્ટ્સ કરી રહ્યાં છે.

શો 2011-2013માં ટેલિકાસ્ટ થયો હતો
આ ટીવી શો 2011થી 2013ની વચ્ચે પ્રસારિત કરવામાં આવ્યો હતો. સિરિયલની વાર્તા એવી હતી કે મધ્યમવર્ગીય યુવતીના લગ્ન અમીર ઘરમાં થાય છે અને પછી તેના જીવનમાં ઘણી જ મુશ્કેલીઓ આવે છે. સિરિયલમાં કરણવીર-શ્રુતિ ઝા ઉપરાંત હર્ષદ ચોપરા પણ હતો.