'નૈતિક'નો ડિવોર્સ વિવાદ:ટીવી એક્ટર કરન મેહરાએ કહ્યું, 'નિશા ગુસ્સામાં આવીને ગમે તેવું વર્તન કરવા લાગતી, છેલ્લાં 4-5 વર્ષમાં પરિસ્થિતિ વણસી ગઈ હતી'

મુંબઈએક વર્ષ પહેલા
  • કરને કહ્યું, નિશાને ક્યારેય નુકસાન પહોંચાડ્યું નથી, હવે મારો દીકરો તેની પાસે સલામત નથી
  • 31 મેના રોજ કરન વિરુદ્ધ પત્ની નિશા રાવલે ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ફૅમ કરન મેહરા તથા નિશા રાવલ વચ્ચેનો ડિવોર્સ વિવાદ ચર્ચામાં છે. કરન તથા નિશા એકબીજા પર આરોપો-પ્રતિ આરોપો મૂકી રહ્યાં છે. હાલમાં જ કરને પોતાના દીકરા કવિશની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આટલું જ નહીં કરને એવો પણ દાવો કર્યો હતો કે નિશાના વર્તનથી કંટાળીને તેને આત્મહત્યા કરવાનો પણ વિચાર આવી ગયો હતો.

અમે એકબીજા સાથે ખુશ નહોતા
ન્યૂઝ એજન્સી 'ANI' સાથેની વાતચીતમાં કરને કહ્યું હતું, 'અમારી વચ્ચે અણબનાવ હતો. અમે એકબીજા સાથે ખુશ નહોતા અને તેથી જ અમે પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. મેં એમ વિચાર્યું કે આ અમારા દીકરા માટે સૌથી સારું હશે. જોકે, તેણે એલિમનીની જે રકમ માગી તે બહુ જ વધારે છે અને હું એટલી બધી રકમ આપી શકું તેમ નથી. આ મુદ્દે જ અમારી વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી અને પછી ઝઘડો થયો હતો.'

વધુમાં કરને કહ્યું હતું, 'મને હવે લાગે છે કે નિશા સાથે મારો દીકરો બિલકુલ સલામત નથી. મેં ખુશી ખુશી કવિશને નિશા સાથે રહેવાની પરવાનગી આપી હતી. જોકે, હવે મારે આમ થવા દેવું નથી. હું નથી ઈચ્છતો કે મારા દીકરા પર આની કોઈ અસર થાય. મને તેની ઘણી જ ચિંતા છે. જે પણ થયું, તે જોવું ઘણું જ દુઃખદાયક છે.'

વાંચોઃ કોણ છે કરન મેહરા?:'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'નો 'નૈતિક' પહેલી જ સિરિયલથી થયો હતો સફળ, ફેશન ડિઝાઈનિંગનો કર્યો છે કોર્સ

નિશા ખોટું બોલી રહી છે
કરને કહ્યું હતું, 'નિશા ખોટું બોલે છે. મેં ક્યારેય તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો નથી. તે ડોમેસ્ટિક વાયોલન્સ અંગે જે પણ કહે છે તે સફેદ જૂઠ સિવાય કંઈ જ નથી. હું ફોન પર મારી મમ્મી સાથે વાત કરતો હતો ત્યારે તે બૂમો પાડતી પાડતી મારા રૂમમાં આવી હતી. અચાનક જ તેણે મને તથા મારા પરિવારને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. તે મારી પર થૂંકી પણ હતી. જ્યારે મેં તેને આ બધું કરવાની ના પાડી તો તેણે કહ્યું હતું, 'અબ દેઓ ક્યા હોતા હૈ' અને બીજી જ સેકન્ડે તેણે પોતાનું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું.'

'તે રૂમમાંથી બહાર આવી અને તેના ભાઈને કહ્યું. નિશાના માથામાં લોહી જોતાં જ રોહિતે મને માર માર્યો. તેણે ઘરના તમામ કેમેરા બંધ કરી દીધા હતા. હું રોહિતને શાંત પાડવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ અચાનક જ તે બંનેએ વીડિયો રેકોર્ડિંગ શરૂ કરી દીધું.'

ગુસ્સો આવે ત્યારે માર મારે છે
ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં કરને કહ્યું હતું, 'તેની પત્નીને વર્તણૂકને લગતા ઈશ્યૂ છે. નિશા શરૂઆતથી જ ઘણી અગ્રેસિવ રહી છે. તે ફિઝિકલી એબ્યૂઝ પણ કરે છે. તેને જ્યારે પણ ગુસ્સો આવતો તે માર મારવા લાગતી હતી. તે ગુસ્સામાં હોય તો તેને ખ્યાલ નથી કે તેણે કેવું વર્તન કરવું જોઈએ. તે વસ્તુઓ તોડવા લાગે છે અને ફેંકવા લાગે છે. મને લાગ્યું કે આ બધુ સમય જતાં ઠીક થઈ જશે, પરંતુ થોડો સમય બાદ તે ફરી ગુસ્સે થઈ જતી. છેલ્લાં ચાર-પાંચ વર્ષથી પરિસ્થિતિ ઘણી જ વણસી ગઈ છે અને તેને કારણે જ એક સમયે મને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો.

31 મેના રોજ કરનની ધરપકડ કરવામાં આવી હતી
31 મેના રોજ નિશા રાવલે મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેણે પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ફાઈલ કર્યો હતો. પોલીસે કરન મેહરાની ધરપકડ કરી હતી અને પછી તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો.