અવૉર્ડ શોમાં 'તારક મહેતા..'ના કલાકારો:દિલીપ જોષી ને મુનમુન દત્તા રેડ કાર્પેટ પર સાથે જોવા મળ્યાં, ચાહકોએ કહ્યું- 'જેઠાજી અહીં પણ ફ્લર્ટ કરશે'

મુંબઈ5 મહિનો પહેલા
  • દિલીપ જોષીને એક્ટ્રેસ મુનમુન દત્તા સાથે પોઝ આપવામાં ઑકવર્ડ ફીલ કરતાં હોય એવું લાગ્યું

લોકપ્રિય ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ સિરિયલના બે પાત્ર દર્શકોને ગમે છે, જેમાં એક જેઠાલાલ (દિલીપ જોષી) તથા બીજું પાત્ર બબીતાજી (મુનમુન દત્તા) છે. સિરિયલમાં જેઠાલાલ જ્યારે પણ બબીતાજીને જુએ ત્યારે ફ્લર્ટ કર્યા વગર રહી શકતા નથી. હાલમાં જ આ બંને ITA (ઇન્ડિયન ટેલિવિઝન એકેડમી) અવૉર્ડ શોમાં જોવા મળ્યાં હતાં. બંનેએ સાથે રેડ કાર્પેટ પર પોઝ આપ્યા હતા.

બબીતાજી-જેઠાલાલે સાથે પોઝ આપ્યા
અવૉર્ડ શોમાં દિલીપ જોષી રેડ કાર્પેટ પર પોઝ આપતા હતા. આ સમયે મુનમુન દત્તા આવે છે અને બંને હાથ મિલાવે છે. ફોટોગ્રાફર્સ બંનેને સાથે પોઝ આપવાનું કહે છે. ટીવીની આ જોડીને જાહેરમાં એક સાથે જોતાં જ ભીડ બૂમાબૂમ કરવા લાગે છે. દિલીપ જોષી મરુન રંગના આઉટફિટમાં હોય છે, જ્યારે મુનમુન દત્તાએ વ્હાઇટ રંગનું ઓફ શોલ્ડર કટ ગાઉન પહેર્યું હતું.

દિલીપ જોષી.
દિલીપ જોષી.
મુનમુન દત્તા તથા દિલીપ જોષી.
મુનમુન દત્તા તથા દિલીપ જોષી.
વ્હાઇટ ગાઉનમાં બબીતાજી.
વ્હાઇટ ગાઉનમાં બબીતાજી.
શૈલેષ લોઢા (તારક મહેતા) તથા સુનૈના ફોજદાર (નવાં અંજલિભાભી).
શૈલેષ લોઢા (તારક મહેતા) તથા સુનૈના ફોજદાર (નવાં અંજલિભાભી).
રેડ કાર્પેટ પર મુનમુન દત્તા.
રેડ કાર્પેટ પર મુનમુન દત્તા.

વીડિયો વાઇરલ
સો.મીડિયામાં જેઠાલાલ-બબીતાજી રેડ કાર્પેટ પર સાથે પોઝ આપતા હોય એવો વીડિયો વાઇરલ થયો હતો. એક યુઝરે કમેન્ટ કરી હતી, 'જેઠાલાલ શરમાઈ રહ્યા છે.' બીજાએ કહ્યું હતું, 'અરે શું વાત છે..' તો અન્યે કહ્યું હતું, 'રીલ લાઇફમાં તેમનો એવો સંબંધ છે કે રિયલ લાઇફમાં બંને ઑકવર્ડ ફીલ કરી રહ્યાં છે.' એક તો એમ કહ્યું હતું, 'બિચારા જેઠાલાલ...' એક યુઝરે એમ પણ કહ્યું હતું, 'હે મા માતાજી ટપુના પપ્પા આ શું છે...'

3300થી વધુ એપિસોડ ટેલિકાસ્ટ થયા
'તારક મહેતા...' લોંગેસ્ટ સિરિયલમાંથી એક છે. આ સિરિયલ 2008માં શરૂ થઈ હતી અને છેલ્લાં 14 વર્ષમાં આ સિરિયલના 3300થી વધુ એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે.