તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાને માત:'પટિયાલા બેબ્સ' ફૅમ ટીવી એક્ટર અનિરુદ્ધને 55 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા મળી, ભાવુક થઈને કહ્યું- 'જીવન હું આવી રહ્યો છું'

ભોપાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભોપાલમાં વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન 23 એપ્રિલે અનિરુદ્ધને કોરોના થયો હતો.

'પટિયાલા બેબ્સ' ફૅમ ટીવી એક્ટર અનિરુદ્ધ દવેને 55 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અનિરુદ્ધ હોસ્પિટલમાં મોત તથા જીવન સામે ઝઝૂમ્યો હતો અને અંતે તેણે મોતને માત આપી હતી. અનિરુદ્ધને કોરોનો થયો હતો અને તે ભોપાલની હોસ્પિટલમાં એડમિટ હતો. અનિરુદ્ધને જ્યારે કહેવામાં આવ્યું કે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે ત્યારે તે ઘણો જ ભાવુક થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે અનિરુદ્ધની તબિયત વધુ લથડતાં અન્ય હોસ્પિટલમાંથી તેને ચિરાયુ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. અનિરુદ્ધની પત્ની શુભીએ સો.મીડિયામાં અનિરુદ્ધ જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું.

ઓક્સિજન નહીં, હવે જાતે શ્વાસ લઉં છું
અનિરુદ્ધ દવેએ સો.મીડિયામાં ડૉક્ટર્સ તથા હોસ્પિટલ સ્ટાફ સાથેની એક તસવીર શૅર કરી હતી. તસવીર શૅર કરીને એક્ટરે કહ્યું હતું, 'આ ઘણી જ લાગણીસભર ક્ષણ છે. હું 55 દિવસ પછી ચિરાયુ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ રહ્યો છું. બહુ જ પ્રેમ મળ્યો. તમામનો આભાર. ઓક્સિજન નહીં, હવે જાતે શ્વાસ લઈ રહ્યો છું. જીવન, હું આવી રહ્યો છું.'

ડૉક્ટર્સનો આભાર માન્યો હતો
થોડાં દિવસ પહેલાં જ અનિરુદ્ધે એક પોસ્ટમાં ડૉક્ટર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું, 'થેંક્યૂ ડૉક્ટર્સ. અમે કલાકારો માત્ર પાત્ર ભજવીએ છીએ, અસલી હીરો તો તમે છો. ચાલો તેમનો આભાર વ્યક્ત કરીએ. તેમણે મારા જેવા હજારો લોકોને નવું જીવન આપ્યું છે. હું જલ્દીથી ડિસ્ચાર્જ થઈ જઈશ. 42 દિવસ થઈ ગયા. જલ્દી આવીશ મિત્રો. બહુ જ પ્રેમ.'

શરૂઆતમાં ડૉક્ટર્સે લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહ્યું હતું
ઉલ્લેખનીય છે કે કોરોનાવાઈરસને કારણે ટીવી એક્ટર અનિરુદ્ધ દવેની હાલત વધુ ખરાબ થતાં તેને ભોપાલની એક હોસ્પિટલના ICU વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો હતો. આ અંગેની માહિતી એક્ટ્રેસ આસ્થા ચૌધરીએ સો.મીડિયામાં આપી હતી. આ સાથે જ આસ્થાએ ચાહકોને 34 વર્ષીય અનિરુદ્ધ માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. અનિરુદ્ધ દવેના ફેફસાં 90 ટકા ખરાબ થઈ ગયા છે અને ડૉક્ટર્સે ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહ્યું હતું. તેની હાલત અત્યારે ઘણી જ ગંભીર હતી.

23 એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
જયપુર, રાજસ્થાનમાં રહેતો અનિરુદ્ધ ભોપાલમાં એક વેબે સિરીઝ ‘મોહ માયા’નું શૂટિંગ કરતો હતો. 23 એપ્રિલે તે કોરોનાનો ભોગ બન્યો હતો. તેણે સો.મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. તેણે કહ્યું હતું, કોવિડ પોઝિટિવ છું.

દેહરાદૂનમાં જન્મ, જયપુરમાં નાનપણ વીત્યું
અનિરુદ્ધનો જન્મ દેહરાદૂન, ઉત્તરાખંડમાં થયો છે. જોકે, પછી તેનો પરિવાર જયપુર શિફ્ટ થઈ ગયો હતો. તેણે દિલ્હીમાં ‘રાશોમોન’, ‘હાય મેરા દિલ’ તથા ‘મેન વિધઆઉટ શેડો’ જેવા નાટકોમાં કામ કર્યું છે. વર્ષ 2000માં તેને એક્ટિંગ તથા થિયેટર માટે રાષ્ટ્રપતિ કે આર નારાયણના હસ્તે અવોર્ડ આપવામાં આવ્યો હતો.

‘બેલ બોટમ’મા જોવા મળશે
ટીવી શોની વાત કરીએ તો અનિરુદ્ધે ‘રાજકુમાર આર્યન’, ‘વો રહેને વાલી મહલો કી’, ‘રુક જાના નહીં’, ‘સૂર્યપુત્ર કર્ણ’, ‘પારો કા ટશન’, ‘પટિયાલા બેબ્સ’, ‘શક્તિ અસ્તિત્વ કે અહસાસ કી’, ‘લૉકડાઉન કી લવ સ્ટોરી’માં કામ કર્યું છે. તેણે ‘તેરે સંગ’ તથા ‘પ્રણામ’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. અનિરુદ્ધ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ ‘બેલ બોટમ’માં મહત્ત્વના રોલમાં જોવા મળશે.