તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટીવી શો 'મેરે ડેડ કી દુલ્હન' ફૅમ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ગયા વર્ષે બીજા પતિ અભિનવ કોહલી વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ફરિયાદ કરી હતી અને પછી બંને અલગ રહેતા હતા. એક્ટ્રેસ કોરોના પોઝિટિવ થઈ તો તેનો દીકરો રેયાંશ પિતા અભિનવની સાથે રહેતો હતો. 25 ઓક્ટોબરના રોજ શ્વેતા પોતાના દીકરાને પરત લઈ આવી હતી. હવે અભિનવે આક્ષેપ મૂક્યો છે કે તેનો દીકરો છેલ્લાં પાંચ દિવસથી ગુમ છે અને શ્વેતા તેને જબરજસ્તી કોઈક અજાણી જગ્યાએ લઈ ગઈ છે.
View this post on InstagramA post shared by Shweta Tiwari (@shweta.tiwari) on Jun 13, 2020 at 8:40am PDT
અભિનવે કહ્યું હતું કે શ્વેતા કોરોના પોઝિટિવ થઈ પછી રેયાંશ 40 દિવસ સુધી તેની સાથે રહ્યો હતો. જોકે, 25 ઓક્ટોબરના રોજ શ્વેતા દીકરાને જબરજસ્તી પોતાની સાથે લઈ ગઈ હતી. અભિનવે અંગ્રેજી ન્યૂઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'રવિવાર, 25 ઓક્ટોબરના રોજથી મારો દીકરો રેયાંશ લાપતા છે. મને ખ્યાલ નથી કે તે ક્યા છે. તે છેલ્લાં 40 દિવસથી મારી સાથે હતો, પરંતુ ગયા રવિવારે શ્વેતા કહ્યા વગર મારા દીકરાને કોઈ અજાણી જગ્યાએ લઈ ગઈ છે.'
હું મારા દીકરા અંગે જાણવા માટે સેટ પર પણ ગયો હતોઃ અભિનવ
અભિનવે શ્વેતા પર આક્ષેપ કરતા કહ્યું હતું, 'હું શ્વેતાના સિરિયલના સેટ પર ગયો હતો કે હું મારા દીકરાને જોઈ તો શકીશ, એ વિચારે ત્યાં ગયો હતો. મેં પુરાવા તરીકે એક વીડિયો પણ બનાવ્યો છે પરંતુ તેણે મને કંઈ ના કહ્યું. સેટ પર તેને મારો મેસેજ પણ મળ્યો હતો પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં અને દીકરા સાથે ગાયબ થઈ ગઈ હતી.'
View this post on InstagramA post shared by Abhinav Kohli (@abhinav.kohli024) on Aug 15, 2020 at 12:00pm PDT
શ્વેતા વિરુદ્ધ લીગલ એક્શન લેશે
હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અભિનવે કહ્યું હતું કે તે દીકરાની કસ્ટડી માટે ટૂંક સમયમાં લીગલ એક્શન લેશે. અભિનવે કહ્યું હતું કે શ્વેતા તેને દીકરા રેયાંશથી અલગ કરવાનો પ્રયાસ કરે છે. દીકરાની કસ્ટડી ના આપવી પડે તે માટે શ્વેતા મેડિકલ સલાહની વિરુદ્ધ જઈને ચાર વર્ષના રેયાંશને સ્તનપાન કરાવે છે. આ ઉપરાંત અભિનવે શ્વેતા પર આક્ષેપ મૂક્યો હતો કે દીકરાને UK લઈ જવા માટે શ્વેતાએ વિઝાના ડોક્યૂમેન્ટ્સ પર તેની નકલી સહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે શ્વેતા તિવારીએ રાજા ચૌધરીને ડિવોર્સ આપ્યા બાદ વર્ષ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. શ્વેતાએ ગયા વર્ષે પોલીસ ફરિયાદ કરી હતી પરંતુ બંનેના ડિવોર્સ થયા નથી. શ્વેતાની દીકરી પલક (જે પહેલા પતિ રાજા ચૌધરીની છે)એ પણ અભિનવ પર હેરેસમેન્ટના આક્ષેપો મૂક્યા હતા.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.