આજે એટલે કે 4 જાન્યુઆરીના રોજ તુનિષાનો જન્મદિવસ છે. તુનિષા આજે જીવતી હોત તો તેણે પોતાનો 21મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હોત. દિવ્ય ભાસ્કરે તુનિષાના જન્મદિવસ પર તેના મામા પવન શર્મા સાથે વાત કરી હતી. તેમણે તુનિષા સુસાઇડ કેસ અંગે મહત્ત્વની વાત કરી હતી. શિજાનના પરિવારે પ્રેસ-કોન્ફરન્સ કરીને સંજીવ કૌશલનો ઉલ્લેખ કર્યો હતો. હવે મામા પવન શર્માએ કહ્યું હતું કે તે તુનિષાના ફેમિલી ફ્રેન્ડ છે અને તેમની સાથે તુનિષાનું સારું બોન્ડિંગ હતું. તુનિષા તેની માતા વનીતા સાથે ઘણી જ ક્લોઝ હતી. વનીતા શર્માએ પવનને ધર્મના ભાઈ માન્યા હતા અને છેલ્લાં આઠ વર્ષથી તેમની વચ્ચે સંબંધો છે.
શિજાનના પરિવારે તુનિષાના પરિવાર પર કયા કયા આક્ષેપો મૂક્યા?
પવન શર્માએ આ તમામ આક્ષેપો પર શું કહ્યું એ જાણીએ...
સવાલઃ એ વાતમાં કેટલી સચ્ચાઈ છે કે તુનિષાએ પોતાના પપ્પાના અવસાન બાદ બર્થડે સેલિબ્રેટ કર્યો નથી?
જવાબઃ આ વાત પાયાવિહોણી છે. તમે તુનિષાનું સો.મીડિયા એકાઉન્ટ જોઈ લો, તેણે દર વર્ષે પોતાનો બર્થડે મનાવ્યો છે. તેના દરેક બર્થડે પર તુનિષાની માતા તેની સાથે હતી.
પવન શર્માના આ નિવેદન બાદ તુનિષાનું સો.મીડિયા એકાઉન્ટ જોયું તો તેણે દર વર્ષે ધામધૂમથી બર્થડે સેલિબ્રેટ કર્યો છે. બર્થડેની દરેક તસવીરમાં તુનિષા માતા સાથે જોવા મળી હતી.
સવાલઃ શિજાનના પરિવારે કહ્યું છે કે વનીતા શર્મા દીકરીનું માનસિક શોષણ કરતી હતી?
જવાબઃ તુનિષા માત્ર પોતાના માતાની સૌથી નિકટ હતી, કારણ કે બંનેનું એકબીજા સિવાય કોઈ નહોતું.
સવાલઃ વનીતા શર્માએ દીકરીનો મોબાઇલ તોડ્યો હતો?
જવાબઃ આ ઘટનાનો ઉલ્લેખ ક્યારેય મારી સામે થયો નથી. આ વાત સંપૂર્ણ રીતે ખોટી છે.
સવાલઃ શિજાનના પરિવારે ધર્મપરિવર્તનની વાતનું ખંડન કર્યું છે, તમે શું કહેશો?
જવાબઃ આ વાત તુનિષાની માતાએ મને કહી હતી. તુનિષાનું વર્તન બદલાઈ ગયું હતું. આ વાત માત્ર હું કે તેની માતા જ નથી કહેતા, પરંતુ તુનિષાના ટીવી શોના લોકો, ડ્રાઇવર સહિતના લોકો કહી રહ્યા છે. પોલીસ આ તમામ વાતો અંગે તપાસ કરી રહી છે.
સવાલઃ આ કેસમાં સંજીવ કૌશલનું નામ આવ્યું છે, તે કોણ છે?
જવાબઃ સંજીવ કૌશલ ફેમિલી ફ્રેન્ડ છે. તુનિષાના પિતાના મોત બાદ તેમનો પરિવાર તુનિષાને સપોર્ટ કરતો હતો. સંજીવ કૌશલનો પરિવાર તુનિષાને ઘણો જ પ્રેમ કરતો હતો. સંજીવ કૌશલને દીકરી અને પત્ની છે. તુનિષાના બર્થડે અથવા પિકનિકમાં સંજીવ કૌશલ પરિવાર સાથે આવતા. તુનિષા ક્યારેય સંજીવ કૌશલના નામથી પેનિક થતી હોય એવું જોયું નથી.
પવન શર્માએ કહ્યું હતું, 'તુનિષાની માતાને છેલ્લાં આઠ વર્ષથી ઓળખું છું. વનીતા મને ભાઈ માને છે અને દર વર્ષે રક્ષાબંધન પર રાખડી બાંધે છે. આ રીતે હું તુનિષાનો મામા છું. જો શિજાનના પરિવારે ત્રણ મહિનામાં તુનિષાને દીકરી ને બહેન બનાવી લીધી તો હું તુનિષાના પરિવારને આઠ વર્ષથી ઓળખું છું.' તુનિષાના પાર્થિવદેહને પવન શર્માએ મુખાગ્નિ આપ્યો હતો.
તુનિષાએ 24 ડિસેમ્બરના રોજ આત્મહત્યા કરી
20 વર્ષની તુનિષાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ભારતના 'વીર પુત્ર-મહારાણા પ્રતાપ'થી કરી હતી. તે 'ચક્રવર્તી અશોક સમ્રાટ', 'ગબ્બર પુંછવાલા', 'શેર-એ-પંજાબ: મહારાણા રણજિત સિંહ', 'ઈન્ટરનેટ વાલા લવ' અને 'ઈશ્ક શુભાન અલ્લાહ' જેવી સિરિયલમાં પણ જોવા મળી હતી. તુનિષાએ કેટરીના કૈફની ફિલ્મ 'ફિતૂર'માં બાળપણની ભૂમિકા ભજવી છે. આ સિવાય તે 'અલીબાબા દાસ્તાને કાબુલ'માં રાજકુમારી મરિયમનો રોલ કરી રહી હતી. આ સિવાય તુનિષાએ બાળકલાકાર તરીકે 'બાર બાર દેખો', 'કહાની-2', 'દબંગ-3' જેવી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તુનિષાએ નાની ઉંમરમાં ફિલ્મ તથા ટીવીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. તુનિષાની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે 15 કરોડની સંપત્તિ છે, જેમાં મુંબઈના ભાયંદરમાં પોતાનો ફ્લેટ પણ સામેલ છે. હવે આ ફ્લેટ તુનિષાની માતા વનીતાને મળશે. તુનિષા પાસે લક્ઝુરિયસ કાર પણ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.