તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

BARC રિપોર્ટ:સલમાન ખાનનો શો ‘બિગ બોસ 14’ TRPના લિસ્ટમાં ટોપ 5માં પણ ના પહોંચ્યો, ‘કુંડલી ભાગ્ય’ અને ‘અનુપમા’ શોએ ફરીથી બાજી મારી

10 દિવસ પહેલા

ટીવી પર સૌથી વિવાદિત રિયાલિટી શો ‘બિગ બોસ 14’ 3 ઓક્ટોબરથી શરુ થઇ ગયો છે. આ શોની ગયા વર્ષની સીઝને TRPના ઘણા રેકોર્ડ તોડ્યા હતા પણ આ વર્ષે સીઝન દર્શકોનું ધ્યાન ખેંચવામાં નિષ્ફળ જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં BARCના 40મા અઠવાડિયાંનો TRP ચાર્ટ સામે આવ્યો છે જેમાં ટોપ 5 બેસ્ટ શોઝના લિસ્ટમાં બિગ બોસ 14નું નામ જ નથી.

બેસ્ટ TRPવાળા ટોપ 5 શોઝનું લિસ્ટ
કુંડલી ભાગ્ય: ધીરજ ધૂપર અને શ્રદ્ધા આર્યા સ્ટારર શો કુંડલી ભાગ્ય ઘણા અઠવાડિયાંથી આ લિસ્ટમાં પ્રથમ નંબરે જ ટકેલો છે. બહુ બધા ઝઘડા પછી હવે શોમાં કરણ અને પ્રીતાની રોમેન્ટિક સ્ટોરી દેખાડવામાં આવી રહી છે જેને દર્શકો પસંદ કરી રહ્યા છે.

અનુપમા: છેલ્લા કેટલાક મહિનાથી શરુ થયેલો સ્ટાર પ્લસ ચેનલ પરનો શો અનુપમાએ લિસ્ટમાં બીજું સ્થાન મેળવ્યું છે. આ શોમાં રૂપાલી ગાંગુલીએ એક લાંબા સમય પછી કમબેક કર્યું છે. શોની સ્ટોરી એક એવી ગૃહિણી પર આધારિત છે જેણે પોતાની આખી જિંદગી પરિવારને નામ કરી પરંતુ તેને ક્યારેય સન્માન કે પ્રેમ ના મળ્યો.

કુમકુમ ભાગ્ય: શ્રુતિ ઝા અને શબ્બીર આહલૂવાલિયા સ્ટારર શો કુંડલી ભાગ્ય પણ ઘણા અઠવાડિયાંથી ત્રીજા સ્થાન પર છે. આ શોમાં હાલ પ્રાચી અને રણવીરની લવ સ્ટોરીની એન્ગલ દેખાડવામાં આવી રહ્યો છે.

ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર: મલાઈકા અરોરા કોરોના પોઝિટિવ થયા પછી નોરા ફ્તેહીએ તેની જગ્યા લીધી હતી જેને લીધે શો ચર્ચામાં આવી ગયો હતો. મલાઈકાએ રિકવર થયા પછી શોમાં કમબેક કર્યું છે અને કદાચ આ જ કારણે શો ટોપ 5માં છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: આ શોની TRPમાં આ અઠવાડિયેથી મોટા ફેરફાર જોવા મળ્યા છે. શો લાસ્ટ લિસ્ટમાં ત્રીજા સ્થાને હતો પણ હવે તે પાંચમા નંબરે આવી ગયો છે. હાલ શોમાં કોવિડ 19 સાથે જોડાયેલી સ્ટોરી દેખાડવામાં આવી રહી છે.

સિનિયર કન્ટેસ્ટન્ટ જોઈને બોગ બોસના ફેન ખુશ નથી
આ વર્ષે શોમાં શરુઆતના અઠવાડિયાંમાં વધારે મનોરંજન આપવા માટે કેટલાક એક્સ કન્ટેસ્ટન્ટ શોમાં એન્ટર થયા છે. શોના મોટાભાગના નિર્ણય તે લોકો જ કરે છે. શોમાં તે લોકોને જ વધારે દેખાડવામાં આવી રહ્યા છે. શોની પૂર્વ કન્ટેસ્ટન્ટકામ્યા પંજાબીનું માનવું છે કે, આ વર્ષે શોમાં ઘણા બોરિંગ લોકોને બોલાવ્યા છે અને તેથી જ મજા આવતી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો