ટીઆરપી રિપોર્ટ / પહેલી જ વાર બી આર ચોપરાનો શો ‘મહાભારત’ નંબર વન બન્યો

TRP Report For the first time, BR Chopra's show 'Mahabharat' became number one
X
TRP Report For the first time, BR Chopra's show 'Mahabharat' became number one

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 05:28 PM IST

મુંબઈ. બાર્ક (બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સ)ના 2020ના 19મા અઠવાડિયાના ટીઆરપી રેટિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ વખતે ટોપ 5ના લિસ્ટમાંથી ‘રામાયણ’ ગાયબ છે. ‘રામાયણ’ના હોવાને કારણે ‘મહાભારત’ નંબર વન શો બની ગયો છે. બી આર ચોપરાનો આ શો ડીડી ભારતી પર આવે છે. તો સ્ટાર પ્લસ પર સિદ્ધાર્થ કુમાર તિવારીનો શો ‘મહાભારત’ ચોથા નંબર પર છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સ્ટાર પ્લસ પર ‘રામાયણ’ પ્રસારિત થાય છે. 
ટોપ ફાઈવમાં દૂરદર્શનના બે તથા દંગલ ચેનલના બે પ્રોગ્રામ
ઓવરઓલ જોનરની વાત કરવામાં આવે તો આ વખતે નંબર વન ચેનલ દંગલ છે. બીજા સ્થાને સન ટીવી તથા ત્રીજા સ્થાને સ્ટાર પ્લસ છે. દૂરદર્શન ટોપ ફાઈવમાં સામેલ નથી. ડીડી ભારતી છ નંબર પર છે. હિંદી જોનરની વાત કરીએ તો ટોપ 10 ચેનલના લિસ્ટમાં દંગલ નંબર વન પર છે. બીજા સ્થાને સ્ટાર પ્લસ તથા ત્રીજા સ્થાને બિગ મેજિક છે. ડીડી ભારતી પાંચ નંબર તથા દૂરદર્શન છ નંબર છે. હિંદી જોનરના ટોપ ફાઈવ પ્રોગ્રામની વાત કરવામાં આવે તો પ્રથમ સ્થાન પર ડીડી ભારતીની સિરિયલ ‘મહાભારત’ છે. બીજા સ્થાને દૂરદર્શન પર ટેલિકાસ્ટ થતી સિરિયલ ‘શ્રીકૃષ્ણા’ છે. ત્રીજા સ્થાને દંગલ ચેનલની સિરિયલ ‘બાબા એસો વર ઢૂંઢો’, ચોથા સ્થાને સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘મહાભારત’ અને પાંચમા સ્થાને ફરી એકવાર દંગલ ચેનલ પર પ્રસારિત થતો શો ‘મહિમા શનિદેવ કી’ છે. 

ઓવરઓલ ચેનલ લિસ્ટમાં દંગલ ચેનલ નંબર વન, ડીડી ભારતી છ નંબર પર
હિંદી સિરિયલના ટોપ ફાઈવ પ્રોગ્રામમાં ડીડી તથા દંગલ ટીવીના બે તથા સ્ટાર પ્લસનો એક પ્રોગ્રામ સામેલ
હિંદી જોનરમાં નંબર વન દંગલ ચેનલ, ડીડી ભારતી તથા ડીડી નેશનલ અનુક્રમે પાંચ તથા છ નંબર પર

ગ્રામીણ ક્ષેત્રમાં ‘બાબા એસો વર ઢૂંઢો’ ટોચ પર

ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં અલગ-અલગ ટીઆરપી રિપોર્ટ બનાવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારમાં ટોપ ફાઈવ પ્રોગ્રામમાં ત્રણ દંગલ ટીવીના તથા બે દૂરદર્શનના છે. નંબર વન પર દંગલ ચેનલની સિરિયલ ‘બાબા એસો વર ઢૂંઢો’ છે. બીજા સ્થાને ‘મહિમા શનિદેવ કી’ છે. જ્યારે ત્રીજા તથા ચોથા સ્થાન પર દૂરદર્શન તથા ડીડી ભારતીની સિરિયલ અનુક્રમ ‘શ્રીકૃષ્ણા’ અને ‘મહાભારત’ છે. પાંચમા સ્થાને દંગલ ટીવી પર ટેલિકાસ્ટ થતી સિરિયલ ‘રામાયણ’ છે. 

ગ્રામીણ વિસ્તારમાં દંગલ ચેનલ ટોચ પર
ગ્રામીણ વિસ્તારમાં દંગલ ચેનલના પ્રોગ્રામ્સનો દબદબો, ટોપ ફાઈવમાં દંગલના ત્રણ તથા ડીડીના બે પ્રોગ્રામ સામેલ

શહેરી વિસ્તારમાં ‘મહાભારત’ નંબર વન

શહેરી વિસ્તારની વાત કરીએ અહીંયા ‘મહાભારત’ ટોચ પર છે. બીજા નંબર પર ‘શ્રીકૃષ્ણા’ છે. ત્રીજા સ્થાન પર સ્ટારપ્લસ પર આવતો શો ‘મહાભારત’ છે. ચોથા સ્થાન પર પીએમ મોદીએ કોવિડ 19ને લઈ રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું હતું તે છે. પાંચમા સ્થાન પર ડીડી ભારતીનો શો ‘વિષ્ણુપુરાણ’ છે. 

શહેરી વિસ્તારમાં સ્ટાર પ્લસ ટોચ પર, ત્રીજા સ્થાને ડીડી ભારતી
ટોપ ફાઈવમાં ડીડીના ચાર પ્રોગ્રામ સામેલ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી